આઈસક્રીમ બકેટથી લાઈબ્રેરી બનાવી

ઈન્ડોનેશિયાના બાન્ડુંગ નામના શહેરમાં એરપોર્ટની નજીક એક જગ્યાએ માઈક્રો-લાઈબ્રેરી બનાવવામાં આવી છે. એની ડિઝાઈન જરાક હટકે છે. આ લાઈબ્રેરીની તમામ દિવાલો પ્લાસ્ટિકના ડબ્બાની છે. આ ડબ્બા છે આઈસક્રીમનાં મોટાં કન્ટેનર્સ નેધરલેન્ડસની શાઉનામની એક ડિઝાઈનર કંપનીએ આ નવો કન્સેપ્ટ તૈયાર કર્યો છે. ઈન્ડોનેશિયામાં પ્લાસ્ટિકના કચરાનો જેમ તેમ ભરાવો થઈ રહ્યો છે એ જોતાં અવેરનેસ માટે આ પગલાં ભરવામાં આવ્યા છે. દીવાલોનો ઢાંચો લોખંડની જાળીનાં તૈયાર કરીને એની અંદર બકેટ ફિટ કરી દેવામાં આવ્યા છે. આ ડબ્બાઓ અર્ધપારદર્શક હોવાથી લાઈબ્રેરીની અંદર સૂરજનો કિરણોનો કુદરતી ઉજાશ આવી શકે છે.

You might also like