જાણો બાળકની આંખમાં આંખ પરોવી વાત કરો તો શું થાય?

આજકાલ જે વ્યક્તિ વાતચીત કરવામાં કોન્ફિડન્ટ હોય અને કોમ્યુનિકેશન સારું કરી શકે એ જ સફળ થાય છે. આ બંને ક્વોલિટી તમારા બાળકમાં વિકસે એવું ઈચ્છતાં હો તો તેની સાથે નવજાત અવસ્થામાં જ વાતો કરવાનું શરૂ કરી દો એટલું જ નહીં, બાળક સાથે આંખમાં આંખ પરોવીને વાત કરવી આવશ્યક છે.

ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના નિષ્ણાતોનું કહેવું છે કે બાળક નાનું હોય ત્યારે આંખમાં આંખ પરોવીને વાત કરવાથી તેના મગજના ચોક્કસ ભાગોમાં એક્ટિવિટીનું પ્રમાણ વધે છે. એનાથી હાર્ટ રેટ અને લાગણીઓ સાથે સંકળાયેલો ભાગ એક્ટિવેટ થાય છે. મગજમાંના ચેતાતંતુઓની ગતિવિધિઓ ઝડપી બને છે અને માહિતીની ટ્રાન્સફર ઝડપથી થાય છે. બાળક બોલતાં શીખે એ પહેલાંથી જ તેની સાથે આ પ્રકારે વાતચીત કરવાથી તેની ભાષા અને સંવાદ કરવાની ક્ષમતા સારી થાય છે.

You might also like