સુગંધથી કેવી રીતે મજબુત કરશો ગ્રહોને..

જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સુગંધનો કુંડળી સાથે સીધો સંબંધ છે. તેથી જ સુગંધના અલગ અલગ ઉપયોગથી જીવનમાં દરેક પ્રકારની સમસ્યા દૂર કરી શકાય છે. જોકે આ મામલે દરેક વ્યક્તિની પસંદ અલગ અલગ હોય છે.પરંતુ સુગંધનો પ્રભાવ હંમેશા જીવન પર પડે છે. માનવ જીવન પર મનની અસર પડે છે. મન સામાન્ય રીતે શરીરના સાત ચક્રોથી પ્રભાવિત થાય છે.

દુનિયામાં ત્રણ ચીજો એવી છે કે જે ચક્રો પર સીધી અસર કરે છે. રંગ, સુગંધ અને શબ્દ એટલે મંત્ર આ ત્રણેયની સીધી અસર મન પર થાય છે. મનની સ્થિતિ પ્રમાણે અલગ અલગ સુગંધોના પ્રયોગથી માનસિક મુશ્કેલીઓને દૂર કરી શકાય છે. સુગંધનો સંબંધ બુધ ગ્રહ સાથે છે. તેથી જ તેના દ્વારા બુધની તમામ સમસ્યાઓનું નિવારણ કરી શકાય છે.

સુંગધના પ્રયોગથી મન શાંત થાય છે અને દિમાગ તેજ થાય છે. તેના યોગ્ય પ્રયોગથી એકાગ્રતા વધે છે. સુંગધના પ્રયોગથી નરવસ સિસ્ટમ અને ડિપ્રેશન જેવી બિમારીઓ દૂર થવાય છે. તે વ્યક્તિની વિચાર શક્તિ પર અસર કરે છે. તેથી જ પૂજા પાઠમાં સુંગધિત ધૂપનો ઉપયોગ કરવામાં આવે છે.

You might also like