નવરાત્રીમાં કંઇક આ રીતે કરો મેકઅપ

નજીકના દિવસોમાં એટલે કે આવતાં મહિનામાં નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે. છોકરા-છોકરીઓ તૈયાર થઇને ગરબે ઘૂમતાં જોવા મળે છે. છોકરીઓ પોતાના મોઢા પર અલગ અલગ રીતે મેકઅપ કરતી હોય છે પરંતુ હવે નવરાત્રીમાં ખાસ રીતે મેકઅપ કરો તમારા મોઢા પર. ચલો તો અમે જણાવીએ કે આ નવરાત્રીએ તમે કેવી રીતે કરશો મેકઅપ

સૌથી પહેલાં ચહેરા પર બેઝ ફાઉન્ડેશન લગાવો જેથી તમારા ચહેરાને એક નવી ચમક મળશે જે આ ઉત્સવ માટે ખૂબ જ જરૂરી છે. ચહેરાને ચમકાવવા માટે જરૂરી છે. ફાઉન્ડેશનમાં લિક્વિડ ક્રીમ મિક્સ કરીને તથા તમારા ગાલ પરના હાડકાંને ઉપસાવીને તમારી ત્વચામાં નિખાર લાવી શકાય છે તથા તેને ચમકાવી શકાય છે. જ્યારે તમને એવું લાગે કે હવામાનનાં લીધે તમારી સ્કીન ચમકહીન દેખાઇ રહી છે ત્યારે તમે આ સલાહનો ઉપયોગ કરી શકો છો.

તમારે તમારા વસ્ત્રોની સાથે મેચિંગ કરવાની જરૂરિયાત નથી પરંતુ એવા રંગોની પસંદગી કરો જે તમારા વસ્ત્રોની સાથે મિક્સ થઇ જાય. લાઇટ રંગની લિપસ્ટીકની સાથે તેની સાથે તે રંગની નેલ પોલિશ ખૂબ જ સારી લાગે છે. હોઠ અને નખ પર ગુલાબી અથવા લાલ રંગ સારો લાગે છે. ઘાટ્ટા રંગની લિપસ્ટિક તમારી સુંદરતામાં નવા પરિણામ જોડી શકો છો તથા તમારી આંખોના રંગને વધુ પ્રભાવશાળી રીતે બતાવી શકો છો. મેકઅપના ટચઅપ માટે તમારી લિપસ્ટિક અથવા ગ્લૉસને હંમેશા પોતાની પાસે રાખો.

આકર્ષક દેખાવવા માટે આંખોનો મેકઅપ યોગ્ય હોવો જરૂરી હોય છે. તે સારી રીતે પ્રદર્શિત થવી જોઇએ તથ એવી દેખાવવી જોઇએ જે તમારા રૂપને નિખારી શકે તથા તમારા ચહેરા અનુસાર દેખાઇ. તમારા પાંપણોનું આકર્ષણ વધારવા માટે કાળા રંગ ઉપરાંત અન્ય કોઇ રંગના મસ્કારા લગાવો. તમે બ્લ્યૂ, ગ્રીન અથવા પર્પલ કલરના મસ્કારા લગાવીને પોતાના ચહેરાને આકર્ષક બનાવી શકો છો. બ્લ્યૂ રંગ માટે ઇગ્લેટ કલર પ્લેના મસ્કારાનો ઉપયોગ કરો.

જો તમે નાચવામાં, ઘરના કામમાં અથવા ધાર્મિક કામોમાં વ્યસ્ત છો તો તમે વાળને ઉપરની તરફ એ પ્રકારે બાંધીને રાખો કે તે તમારા ચહેરા પર ન પડે. એ વાતનું ધ્યાન રાખો કે જો તમારું માથું પહોળું છે તો તમે તમારા ચહેરા પર કેટલાક વાળ રહેવા દો જેથી તમારા ચહેરાને એક સૉફ્ટ લુક મળશે. તમે ફ્રેંચ ચોટી પણ બનાવી શકો છો અથવા એક ચોટી બનાવી શકો છો તથા તેને પારંપરિક ગજરાથી પણ શણગારી શકો છો. વાળને અડધા ખુલ્લા રાખવા માટે તમે ઉપરની તરફ વાળને સીધા તથા બાકીના વાળને ઘુંઘરાળા રાખી શકો છો. ત્યારબાદ તેની હાફ પોની બનાવો તથા ક્લિયર ઇલાસ્ટિક બેંડનો ઉપયોગ કરો.

You might also like