વડીલોને હેલ્ધી રાખવા પાળતુ ડોગ સાથે વોકિંગ કરાવો

સિનિયર સિટિઝન્સ જો તેમના પાળતું ડોગ સાથે વોકિંગ કરે તો તેઓ હેલ્ધી રહે છે. પાળતુ પ્રાણીઓને લઈને ચાલવા જનારા સિનિયર સિટીઝન્સનું વજન કાબૂમાં રહે છે. તેમની ડોક્ટરોની વારંવારની વિઝિટમાં ઘટાડો થાય છે. અાવા લોકો સમાજમાં હળવા-ભળવામાં પણ સક્રીય હોય છે અને ઓવરઓલ સોશિયલ સર્કલ બહોળું ધરાવે છે. જે વૃદ્ધો પાળતુ પ્રાણી સાથે સારું બોન્ડિંગ ધરાવતા હોય તેમની શારીરિક પ્રવૃતિનંું પ્રમાણ સારું હોય છે. તેનાથી કસરતના ફાયદા અને અન્ય માણસો સાથે હળવા-ભળવાના બેવડા ફાયદા થાય છે.

You might also like