કિટી-પાર્ટી માટે બનાવો પનીર ફ્રેંકી

સામગ્રી:
100 ગ્રામ છીણેલું પનીર
4 મેંદાની રોટલીઓ
બટાકા છોલીને મેશ કરેલા
મીઠું સ્વાદાનુસાર
1 મોટો ચમચો લીંબુનો રસ
1/4 ચમચી હળદર
અડધી ચમચી લાલ મરચું
શેકેલો જીરાનો પાવડર
1 નાની ચમચી આમચૂર પાવડર
અડધી ચમચી ચાટ મસાલો
તાજી સમારેલી કોથમીર એક મોટો ચમચો
તેલ શેકવા માટે
કોબીજ
ગાજર

બનાવવાની રીત: એક બાઉલમાં પનીર છીણી લો. એમાં બટાકા, મીઠું, લીંબુનો રસ, હળદરનો પાવડર, આમચૂર અને ચાટ મસાલો નાંખો. કોથમીરને ઝીણી સમારીને બરોબર મિક્સ કરી દો. એના લાંબા આકારના કબાબ બનાવી લો.

એક તવીમાં થોડું તેલ ગરમ કરો અને કબાબને બંને બાજુ શેકી લો. એ દરમિયાન કોબીજને પાતળી સમારી લો અને એક બાઉલમાં રાખી દો. આવી રીતે ગાજરને પણ સમારી લો અને બાઉલમાં નાંખો, મીઠું અને ચાટ મસાલો નાંખીને મિક્સ કરી દો. ઠંડું પાડવા ફ્રીઝમાં રાખો. કબાબને તવી પરથી ખસેડી દો અને પ્લેટમાં મૂકી દો. તવા પર મેંદાની રોટલીઓ થોડી ગરમ કરી લો. દરેક રોટી પર એક પનીર કબાબ રાખો અને થોડો સલાડ નાંખો. થોડો ચાટ મસાલો અને થોડો શેકેલો જીરાનો પાવડર ઉપરથી છાંટો. રોસ કરીને એની પીરસી લો.

You might also like