ફરવાના શોખીન છો? તો ટ્રાવેલિંગની સાથે જ આ રીતે કરો કમાણી

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ટ્રિપ પર આપણાં વધારે રૂપિયા ખર્ચાઈ જાય છે. આપણે ગમે તેટલું બજેટ બનાવી લઈએ તો પણ આપણી આશાથી વધારે રૂપિયા ખર્ચાઈ જતાં હોય છે. જોકે, શું તમે જાણો છો કે તમે ટ્રિપ પર રૂપિયા ખર્ચવા ઉપરાંત કમાઈ પણ શકો છો. જો તમે સારી રીતે પ્લાનિંગ કરો તો ફરવાની સાથે જ રૂપિયાની કમાણી કરી શકો છો.

સોશ્યલ સાઇટ પર રહો એક્ટિવ:

ફરવાની સાથે સાથે સોશ્યલ સાઇટ પર પણ એક્ટિવ રહેવું જોઇએ. અનેક ફેસબુક પેજ તમારા ફરવાની જગ્યાએ ફોટો અને તેની સાથે જોડાયેલી માહિતી શૅર કરવાના બદલામાં તમને રૂપિયા આપે છે.

બ્લોગથી કરી શકો છો કમાણી:

પોતાના અનુભવ અને જગ્યા વિશે પોતાના બ્લોગ પર જાણકારી શૅર કરતાં રહો. આમ કરવાથી પણ સારી કમાણી થાય છે. અનેક કલાકોની બાંધેલી નોકરી કરતા ટ્રાવેલની મજા લેતાં લેતાં બ્લોગ પર પોતાના અનુભવ શૅર કરવા જોઈએ.

રિવ્યૂ આપીને:

જો તમને પણ ફરવાનો શોખ હોય તો રિવ્યૂ આપીને પણ રૂપિયા કમાઈ શકો છો. તમે ગૂગલ પર એવી અનેક સાઇટ્સ શોધી શકો છો જે રિવ્યૂ લખવાના રૂપિયા આપતી હોય. કેટલીક વેબસાઈટ એવી પણ છે જે દિવસ પ્રમાણે પેમેન્ટ કરે છે.

સ્થાનિક વસ્તુઓનું વેચાણ:

જો તમે ફરવાની સાથે જ સ્થાનિક જગ્યામાંથી કોઈ સ્પેશિયલ વસ્તુની ખરીદી કરી છે તો એ વધુ એક કમાણીનો રસ્તો છે. આ વસ્તુઓ તમે તમારી જગ્યા પર વેચી શકો છો.

You might also like