મેક ઇન ઈન્ડિયા હેઠળ ૨૦૨૦ સુધીમાં ૧૦ કરોડ નવા રોજગાર ઊભા થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત ૨૦૨૦ સુધીમાં ૧૦ કરોડ નવા રોજગાર ઊભા થશે. આ દાવો નીતિ આયોગના ડાયરેક્ટર જનરલ- ડીએમઈઓ અને સલાહકાર અનિલ શ્રીવાસ્તવે કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે આ યોજના અંગે લોકોમાં મોટી આશાઓ છે અને નોકરીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થશે તેમજ વિકાસમાં પણ વેગ આપશે. શ્રી વાસ્તવે વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં ચોથી ટેકનિકલ રિવોલ્યુશનના દોરમાંથી પસાર થઈ રહ્યું છે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. મેક ઈન ઈન્ડિયા હેઠળ અમે ૨૦૨૦ સુધીમાં ૧૦ કરોડ નવા રોજગાર ઊભા કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ.

છેલ્લા કેટલાંક વર્ષોમાં કેન્દ્ર સરકારે ‘મેક ઈન ઈન્ડિયા’ અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવી યોજનાઓ દ્વારા નવા મૂડી રોકાણની નવી સંભાવનાઓ શોધવા માટે કોશિશ કરી છે. ‘મેક ઈન ઈન્ડિયા’ પ્રોગ્રામના માધ્યમ દ્વારા સરકાર ઉત્પાદન સેક્ટર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આથી એવી આશા છે કે આગામી કેટલાક મહિનાઓમાં મોટી સંખ્યામાં નવા રોજગારોની તક મળશે. સરકાર ‘મેક ઈન ઈન્ડિયા’ ઈન ઈન્ડિયા દ્વારા ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માગે છે.

You might also like