મેક ઈન ઈન્ડિયાએ ત્રણ લાખ કરોડ બચાવ્યાઃ ૪.પ કરોડ લોકોને રોજગારી આપી

નવી દિલ્હી: ભારતમાં મોબાઇલ હેન્ડસેટ બનાવવા માટે ઇકો સિસ્ટમ તૈયાર હોવાના કારણે દેશના લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયા બચી ગયા છે. આ વાત આઇસીઇએ (ઇન્ડિયા સેલ્યુલર એન્ડ ઇલેેક્ટ્રોનિક એસો‌સિયેશન) તરફથી તાજેતરમાં જારી કરાયેલા રિપોર્ટમાં કહેવાઇ છે.

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે આ પરિવર્તનનું શ્રેય ભારત સરકારની મેક ઇન ઇન્ડિયાનો છે. રિપોર્ટ અનુસાર છેલ્લાં ચાર વર્ષ દરમિયાન ભારતમાં હેન્ડસેટ બનાવવા અને સીપીયુુ આયાત કરીને તેને એસેમ્બલ કરવાના કામમાં તેજી આવી છે.

આ કામમાં મેક ઇન ઇન્ડિયા હેઠળ ઝડપથી કામ થયું છે, કેમ કે છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતમાં મોબાઇલ બનાવવાના કામમાં વધારો થયો છે.

જ્યારે આ પહેલાં ર૦૧૪-૧પ દરમિયાન ભારત બજારમાં કુલ ડિમાન્ડમાંથી ૮૦ ટકા મોબાઇલ આયાત કરતું હતું, પરંતુ મેક ઇન ઇન્ડિયા લોન્ચ થયા બાદ મોબાઇલ બનાવવામાં વધારો થયો છે અને ભારત ચીન બાદ નંબર-ર પર આવી ગયું છે.

રિપોર્ટમાં આપેલા આંકડાની વાત કરીએ તો ર૦૧૭-૧૮માં ભારતમાં રર.પ કરોડ મોબાઇલ ફોન એસેમ્બલ અને મેન્યુફેક્ચર કરાયા, જે આ વર્ષની માર્કેટ ડિમાન્ડના લગભગ ૮૦ ટકા છે.

બીજી તરફ સીબીયુના ઇમ્પોર્ટમાં પણ ભારે ઘટાડો થયો છે. સરકારના મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાની પહેલ બાદ ભારતમાં ટેકનિકલ અને દૂરસંચાર ઉદ્યોગનો વિકાસ થયો છે.

આ ઉપરાંત છેલ્લાં ચાર વર્ષમાં ભારતમાં મોબાઇલ હેન્ડસેટ અને કોમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં લગભગ ૪.પ લાખથી વધુ લોકોને રોજગારી મળી છે. અલગ અલગ રાજ્યમાં ૧ર૦થી વધુ મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવાયા છે.

You might also like