મિનિટોમાં ઘરે બનાવો Healthy ઉત્તપમ….

કેટલા લોકો માટે : 3

સામગ્રી : રવા/સોજી-1 કપ, મીઠુ-સ્વાદ અનુસાર, દહી- 3/4 કપ, પાણી – લગભગ 1/2 કપ, ફ્રૂટ સોલ્ટ – (એનો) અડધી નાની ચમચી, ટામેટુ – 1 નાનું, ડૂંગળી – 1 નાની, સિમલા મિર્ચ – 1 નાની, લીલા મરચાં – 2 કાપેલા, કોથમરી – 1 મોટી ચમચી, તેલ – દોઢ ચમચી

બનાવવાની રીત : એક વાસણમાં સોજી, મીઠુ અને દહી લો. હવે થોડુ પાણી નાખતા બધી સામગ્રીઓને મિક્સ કરો. આ મિશ્રણને 10 મિનિટ માટે અલગ રાખી દો. 10 મિનિટ પછી સોજી ચમચીથી હલાવો અને જરૂરિયાત પડે તો થોડુ વધુ પાણી મિક્સ કરો. લીલા મરચાને ઝીણુ-ઝીણુ કાપો. ડૂંગળીને પણ ઝીણુ કાપો.

ટામેટાને ધોઇને નાના-નાના કાપો. સિમલા મરચાને બે ભાગમાં કાપી તેના બી હટાવી દો. હવે સિમલા મરચાનના નાના-નાના ટૂકડા કરી દો. હવે સોજીના ઘોળમાં કાપેલા લીલુ મરચુ, કોથમીર, ટમાટર, ડૂંગળી અને સિમલા મરચાને સારી રીતે મિક્સકરો.

હવે સૂજીમાં ઇનો નાંખી તેના ઉપર એક નાની ચમચી પાણી નાંખો. હવે ગરમ તવાને ભીના કપડાથી લૂંછી નાંખો. હવે એક ચમચી સોજીના ઘોલને તવા પર ઉતપમ ફેલાવો. બંને તરફથી થોડુ તેલ લગાવીને સારી રીતે શેકી લો. નાસ્તામાં સર્વ કરો.

You might also like