આ રીતે કરો માથામાં કન્ડીશનર અને પછી જુઓ તમારા Hair

ભાગદોડ ભરેલી જીંદગી અને વ્યસ્ત લાઇફમાં મોટા ભાગના લોકો તેમના હેર તરફ વધારે ધ્યાન આપતા નથી. એનાથી વાળ ડ્રાય અને બગડી જાય છે. હેરની ​ચમક પાછી મેળવવા માટે મોટાભાગની છોકરીઓ કન્ડીશનરનો ઉપયોગ કરે છે. માર્કેટમાં મળતાં કન્ડીશનરોમાં હાનિકારક કેમિકલ્સ હોય છે જે હેરને ખરાબ કરી નાખે છે. આ રીતે તમે ઘરમાં બનાવેલા કન્ડીશરનો ઉપયોગ કરી શકો છો. તો જોઇએ તેની ટીપ્સ

1. કેળાનું કન્ડિશનર
કેળાનું કન્ડિશનર બનાવવા માટે 1 કેળું લો. તેને બરાબર મેશ કરો હવે તેમાં એક ચમચી મધ અને 2 ચમચી ઓલિવ ઓઇલ નાંખીને મિક્સ કરો. આ પેસ્ટને હાથ પર લઇ અને પછી શૉવર કેપ પહેરો. અડધા કલાક પછી હેરને નવશેકા પાણીથી ધોવો. જ્યારે કેળાની ફૅક સારી રીતે નીકળી જાય ત્યારે શેમ્પૂથી ધોઈ નાંખો.

2.નારિયેલ તેલમાંથી
નારિયેલ તેલમાં 2 ચમચી મધ સાથે મિક્સ કરીને ગરમ કરો. ગરમ પાણીમાં બાઉલ રાખીને ગરમ કરવું અને ઠંડુ કરીને હેરમાં લગાવો. પછી અડધા કલાક પછી હેરને શૅપૂથી ધોઇ નાખો.

3. ચા પત્તી માંથી
બ્લેક કે ગ્રીન ચા પત્તી લો. 1 કપ પાણીમાં 2 ચમચી પત્તી નાંખીને ઉકાળો. જ્યારે તે સારી રીતે ઉકળી જાય ત્યારે તેમાં ફુદનીની કેટલીક પાંદડીઓ નાખો અને ઉકળો. પછી તેને ઠંડું કરો. આ પાણીને શેમ્પૂ કરી વાળમાં નાખો. આનાથી હેર ફ્રૈશ અથવા શાઇન થઈ જશે.

4. એપલ સીડર વિનેગર માંથી
1 કપ પાણીમાં 2ચમચી એપલ સીડર વિનેગાર મેળવો. સૌથી પહેલા તમારા વાળ શેમ્પૂ થી ધોવા. હવે એપલ સીડર વિનેગરને સારી રીતે મેળવો. ત્યારબાદ ઠંડા પાણીથી એક વાર ફરી હેર ધોવો.

You might also like