ઘરે બનાવો સ્વાદિષ્ટ કેળા બેસનનું શાક…..

સામગ્રી: કાચા કેળા – 1 નંગ, ચણાનો લોટ – એક કપ, હીંગ-એક ચપટી, જીરું – એક ચમચી, હળદર પાઉડર – ½ ચમચી, લાલ મરચું – ½ ચમચી, ધાણાજીરું – 1 ચમચી, ગરમ મસાલો – ½ ચમચી, દહીં – એક કપ, પાણી – ½ કપ, મીઠું – સ્વાદઅનુસાર, તેલ – 1 મોટી ચમચી, લીલી કોથમરી – 1 ચમચી કાપેલી, લીલું મરચુ – બે નંગ કાપેલા, તેલ – ફ્રાઇ કરવા માટે.

વિધિ : કેળાના ગોળ ટુકડા કાપી નાંખવા અને એક મિનીટ સુધી પાણીમાં ગરમ કરવા. હવે એક બાઉલમાં ચણાના લોટ, મીઠું, હળદર અને પાણી નાંખીને ઘટ્ટ લોટ તૈયાર કરો. હવે કેળાને એ ઘટ્ટ ચણાના લોટમાં લપેટીને ગરમ તેલમાં ફ્રાઇ કરો.

હવે એક કડાઇમાં તેલ ગરમ કરો અને તેમાં હિંગ તેમજ જીરું નાંખો. જ્યારે જીરું થોડુ ગરમ થઇ જાય ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર અને ધાણાજીરું નાંખી બે સેકન્ડ જેટલો સમય ધીમા તાપે શેકો.

ત્યાર બાદ તેમાં દહીં તેમજ પાણી નાંખી મિક્સ કરો અને ફ્રાઇ કેળા, ગરમ મસાલ તેમજ મીઠું નાંખી તેને ધીમા તાપે 15-20 મિનીટ સુધી પકાવો. આમ તૈયાર છે તમારી કેળા-બેસનની સબજી. રોટી અથવા ભાત કોઇપણ સાથે સર્વ કરો.

You might also like