નારિયેળની ચટણીને આ રીતે બનાવો વધુ સ્વાદિષ્ટ, ઇડલી-ઢોસા સાથે આવશે મજા…

કાચુ નાળિયેર, શેકેલી ચણાની દાળ- 2થી3 ચમચી, લીલુ મરચાં – 3 નંગ, આદુ – કપાયેલા ટુકડા, લીલી કોથમરી – 3 ચમચી, દહીં – 2 ચમચી, મીઠું – સ્વાદ અનુસાર, રાઇ – 1/2 ચમચી, જીરૂ – 1/2 ચમચી, સફેદ અડદની દાળ – 1/2 ચમચી, હીંગ – એક ચપટી, તેલ – 2 ચમચી, આખુ લાલ મરચુ – 1-2 નંગ, કરી-પત્તા – 10થી 12

બનાવવાની રીત : એક જારમાં નારિયેળ, લીલી કોથમરી, લીલુ મરચુ, આદુ, ચણા દાળ, જીરુ, મીઠુ અને પાણી નાંખીને મિક્સ કરી નાંખો. તેને બહુ પાતળુ નહી થવા દો. હવે એક બાઉલમાં તેલ નાંખી ગરમ થવા દો. જ્યારે તેલ ગરમ થઇ જાય તો તેમાં રાઇ નાખી જીરુ નાંખીને 1 મિનીટ સુધી શેકી લો. હવે તેમાં અડદ દાળ, હીંગ, કરી પત્તા અને આખુ લાલ મરચું નાંખો. હવે તેને નારિયેળની ચટણી ઉપર નાંખીને 2 મિનીટ સુધી ઢાંકી દો. ચટણીને ઇડલી અથવા ઢોસા અથવા ઉત્તાપમ સાથે સર્વ કરો.

You might also like