ઘરે જ બનાવો સૌને મનગમતી કેળા વેફર્સ, બનાવાની રીત છે સરળ….

કેળાની ચિપ્સ તમે ઘણીવાર ખાધી હશે અને તમને બહુ જ પસંદ પણ પડી હશે. શું તમે જાણો છો કે તમે તેને ઘરે થોડી જ મિનીટોમાં બનાવી શકો છો. એટલું જ નહીં તમે બનાવી તેને રાખી પણ શકો છો અને જ્યારે ચા સાથે ખાવાનું મન થાય ત્યારે ખાય શકો છો. તો ચલો જાણીએ કે કેળાની વેફર ઘરે કઇ રીતે બની શકે.

કેળાની ચિપ્સ બનાવવા માટેની સામગ્રી : કાચા કેળા, શીંગતેલ, સેંધા મીઠું, કાળા મરીના દાણાં.

બનાવા માટેની રીત : સૌથી પહેલા કાચા કેળાને છીણી નાંખવાના. હવે ઠંડા પાણીમાં સેંઘા મીઠુ મેળવી તેમાં કેળાને 10-12 મિનીટ સુધી પલાળો. ત્યાર બાદ કેળાને ચિપ્સના આકારમાં કેળાને કાપી લો. કેળાને કાપીને કોઇ સાફ કપડા પર 10 મિનીટ સુધી પાથરી દો. જેના કારણે તેમાં રહેલા પાણી તેમાંથી છુટી જાય.

હવે એક કડાઇમાં તેલ નાંખી તેને ગરમ કરો. તેલ ગરમ થયા બાદ ચિપ્સને થોડીવાર માટે તળી લો. તમારી ચિપ્સ તૈયાર થઇ ગઇ છે. તેના પર સિંધવ મીઠુ તેમજ કાળા મરીનો પાવડર નાંખી તેને ખાઇ લો.

You might also like