વરસાદી વાતાવરણમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ બ્રેડ દહીં ચાટ

સામગ્રી : 6 બ્રેડ સ્લાઇસ, બ્રેડ ફ્રાઇ કરવા માટે તેલ, એક કાપેલી ડુંગળી, બે બાફેલા બટાકા, એક ઝીણું કાપેલું ટામેટું, એક વાટકી દહીં, આવશ્યકતા અનુસાર તીખી અને મીઠી ચટણી, અડધી વાટકી કાપેલી કોથમીર, સ્વાદઅનુસાર મીઠુ, ચાટ મસાલો, લાલ મરચાનો પાવડર, એક વાટકી ઝીણી સેવ

કેવી રીતે બનાવશો :

  • બ્રેડ સ્લાઇસેજનો પોતાના અનુસાર જે પણ આકારમાં કાપવા હોય તેમાં કાપો
  • બ્રેડના ટુકડાઓને ગરમ તેલમાં તળી લ્યો અથવા નોન સ્ટિક પર કરકરા સુધી ફ્રાઇ કરો
  • એક પ્લેટમાં બ્રેડના ફ્રાઇડ ટુકડા મુકી દો, તેના પર બટાકા, ડૂંગળી અને ટામેટા મૂકો
  • પછી તેના પર દહી, મીઠું અને ચટણી તેમજ બીજા મસાલા નાંખો
  • કોથમીર અને ઝીણી સેવ તેના પર નાંખીને સર્વ કરો
You might also like