ઉનાળાની આ ગરમીમાં ઘરે બનાવીને પીવો Mango Lassi

સામાન્ય રીતે લોકો દરરોજ ઉનાળામાં તમારે કાં તો ઠંડક મેળવવા ઘરે છાશ પીતા હશો અથવા ઘરે લસ્સી બનાવીને પીતા હશો પરંતુ કેરી ઋતુગત ફળ હોવાંને કારણે હવે તમે ઘરે કેરીની લસ્સી બનાવીને પીવો. કેમ કે તે સ્વાદિષ્ટ હોવાંની સાથે-સાથે તે તંદુરસ્ત પણ છે. તો આવો જાણીએ શું છે તેને બનાવવાની રીત?

સામગ્રીઃ
કેરીનાં ક્યૂબ્સઃ 4 કપ
દહીં: 2 કપ
ખાંડઃ 3 ટેબલ સ્પૂન
ઇલાયચી પાવડરઃ 1/4 ચમચી
ડ્રાય ફ્રુટઃ મુઠ્ઠીભર
ફુદીનનાં પાંદડાઃ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ
1. સૌપ્રથમ કેરીનાં ક્યૂબ્સ, દહીં, ખાંડ અને બ્લેન્ડરમાં ઇલાયચી પાવડરનું મિશ્રણ રેડવું અને બાદમાં તેને સારી રીતે મિશ્રણ કરો.
2. હવે આને એક ગ્લાસમાં ઉમેરો.
3. તો હવે મેંગો લસ્સી બનીને તૈયાર થઇ ગયેલ છે. આને ડ્રાયફ્રુટ અને ફુદીનાનાં પાંદડા સાથે ગાર્નિશ કરી સર્વ કરો.

You might also like