વધારાની ચરબી ઘટાડવા મોડો નાસ્તો કરો, રાતે વહેલાં જમી લો

શરીર પર ચરબીના થરના કારણે જે લોકો પરેશાન છે તેમના માટે સારા સમાચાર છે. તેમને શરીર પરની વધારાની ફેટ ઘટાડવા માટે દવાઓ લેવાની જરૂર નથી કે પછી મોંઘા ડાયટ ફૂડ પણ લેવાની જરૂર નથી. માત્ર ખાવા-પીવાના ટાઇમિંગમાં ફેરફાર કરીને જ વજન ઘટાડી શકાય છે.

બ્રિટનમાં થયેલ એક સ્ટડીમાં સામેલ થયેલા લોકોના સવારના નાસ્તાનો સમય ૯૦ મિનિટ મોડો કરવામાં આવ્યો હતો અને રાતના ડિનરનો ટાઇમ ૯૦ મિનિટ વહેલો કરી દેવામાં આવ્યો હતો. આ સ્ટડી ૧૦ અઠવાડિયાં સુધી કરવામાં આવ્યો હતો.

આ સ્ટડીમાં ભાગ લેનારા લોકોએ જણાવ્યું હતું કે સમયમાં ફેરફારના કારણે તેમનો ખોરાક ઓછો થયો હતો અને રાતે વહેલા જમવાના કારણે ઊંઘ સારી મળતી હતી. રાતે વહેલા જમવાના કારણે સાંજે સ્નેેક્સ લેવાની ઇચ્છા થતી નહોતી અને એથી તળેલી આઇટમો તેમના ખોરાકમાંથી આપોઆપ બાદ થઇ ગઇ હતી.

મોડો નાસ્તો કરવાથી અને રાતે વહેલા જમી લેવાથી ઓટોમેટિકલી શરીરમાં જતી કેલરીની માત્રામાં ઘટાડો જોવા મળ્યો હતો. આના કારણે કોઇ વિશેષ ફેરફાર વિના આ લોકોના શરીર પરની વધારાની ચરબીમાં ઘટાડો થયો હતો.

You might also like