મારા દમ પર સફળ ફિલ્મ કરવી છેઃ શ્રુતિ

પ્રખ્યાત અભિનેતા કમલ હાસન અને પોતાના જમાનાની ટોપની અભિનેત્રી સા‌િરકાની પુત્રી શ્રુતિ હાસને ‘હે રામ’ ફિલ્મથી બાળકલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી. તેની શરૂઆતની ફિલ્મો ભલે સફળ ન રહી હોય, પરંતુ હવે તેની ફિલ્મો થોડોક રંગ પકડી રહી છે. હાલમાં તે પોતાની આગામી ફિલ્મ “રોકી હેન્ડસમ’ને લઇને ખૂબ ઉત્સાહિત છે. તે કહે છે કે કોરિયાઇ ફિલ્મ ‘ધ મેન ફ્રોમ નોવેયર’ની રિમેક ‘રોકી હેન્ડસમ’માં ફરી હું જોન અબ્રાહમ સાથે મોટા પરદા પર જોવા મળીશ. આ પહેલાં અમે ‘વેલકમ બેક’ંમાં એકસાથે કામ કર્યું હતું.
આ ઉપરાંત શ્રુતિ તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ ‘યારા’ કરી રહી છે, તેમાં તેની સાથે અમિત સાદ છે. તિગ્માંશુ સાથે કામ કરવાની વાત કરતાં તે કહે છે કે મારા માટે આ શાનદાર અનુભવ છે, કેમ કે તિગ્માંશુની કોઇ પણ વસ્તુને જોવાની નજર અલગ હોય છે. આવી વ્યક્તિ સાથે કામ કરવું હંમેશાં એક સારો અનુભવ રહે છે. તે કલાકારને અભિનયની નવી ઊંચાઇ પર લઇ જાય છે.
ફિલ્મ ‘ડી ડે’, ‘વેલકમ બેક’ અને ‘ગબ્બર ઇઝ બેક’ની સફળતાથી શ્રુતિને એક નવો હોંસલો મળ્યો.
તે કહે છે કે હા, આ વાત સાચી છે અને તેથી જ હવે બોલિવૂડમાં હું મારા દમ પર સફળ ફિલ્મ આપવા ઇચ્છું છું. બોલિવૂડમાં મોટા બજેટની મલ્ટિસ્ટારર ફિલ્મોમાં કામ કરવામાં મને ખૂબ મજા આવે છે, પરંતુ હું હવે મારું પાત્ર કેન્દ્રમાં હોય તેવી ફિલ્મ કરવા ઇચ્છું છું.

You might also like