ગરમીની શરૂઆતમાં બનાવો ઠંડા-ઠંડા ‘ગુલાબ જાંબુ’

 

કેટલા લોકો માટેઃ 2
સામ્રગીઃ
250 ગ્રામ માવો, 100 ગ્રામ પનીર, 30 ગ્રામ લોટ, 1 ચમચી કાજુના નાના ટુકડા, 1 ટેબલ ચમચી કિસમિસ, 600 ગ્રામ ખાંડ, ફ્રાય માટે પૂરતુ ઘી.

રીતઃ
ચાસણી બનાવવા માટે ખાંડ અને પાણીનો અડધો ભાગ એક ઊંડા પાનમાં નાંખીને ઉકાળો. ઓછી જ્યોત પર કુક કરો. પછી ચાસણીના 1-2 ટીપા બહાર પ્લેટમાં કાઢો અને આંગળી અડાડીને ચેક કરો કે ચોંટે છે કે નહી. જો ચાસણી આંગળી સાથે ચોંટી જાય તો સમજો કે તૈયાાર છે. જો ચોંટતી નથી તો થોડી વધુ રહેવા દો.

2. ગુલાબજાંબુ બનાવવા માટે, એક મોટા વાડકામાં મેંદાનો લોટ, પનીરને ઉમેરીને સોફ્ટ હાથે મસળીને લોટ બાંધો. હવે આમાંથી નાના ગોળ-ગોળ બોલ બનાવો. વચ્ચે, 3-4 કાજુ ટુકડાઅને કિસમિસને ગોળામાં ભરીને ગોળ બનાવો. પ્લેટમાં મૂકતા જાવો. બધાને આ રીતે તૈયાર કરો.

3. ત્યારબાદ ઘીને પાનમાં ગરમ કરો. તેમાં 3-4 બોલ નાંખો અને ઓછી જ્યોત પર તેને ગરમ કરો.

4. ગુલાબ જાંબુને તરતી વખતે એના પર વારંવાર ઝારો ના લગાવો પરંતુ તેની ઉપર ઝારાથી ગરમ-ગરમ ઘી રેડો. કરકરા થવા પર તેને અલગ રાખો. ઠંડા થયા પછી 1-2 કલાક માટે ચાસણીમાં તમામ ગુલાબજાંબુને નાંખો. આમ, ગુલાબજાંબુ તૈયાર થઇ ગયા. આ તૈયાર થયેલા ગુલાબજાંબુને ગરમાગરમ  અથવા ઠંડા કરીને સર્વ કરો.

You might also like