લાકડાંમાંથી બનાવ્યા ૯૨૦૦ લાફિંગ બુદ્ધા

ચીનની એક ફૂડ કંપનીએ લાફિગ બુદ્ધાના સ્કલ્પચર લાકડાંમાંથી કોતરીને બનાવ્યા છે. ૨૦૦૦ના વર્ષથી અા બિઝનેસમેનને જ્યારે તેમના બિઝનેસમાંથી સમય મળે ત્યારે તેમણે લાફિગ બુદ્ધાના શિલ્પ કોતરવાનું શરૂ કર્યું હતું, અત્યાર સુધીમાં અલગ અલગ સાઈઝના ૯૨૦૦ લાફિગ બુદ્ધાનું કલેક્શન તૈયાર થઈ ચુક્યું છે. અા બિઝનેસમેન અા અાંકડો દસ હજાર સુધી પહોંચાડવા ઈચ્છે છે. દસ હજારનો અાંકડો પાર કર્યા પછી તે ગિનિસ બુકમાં એપ્લાય કરશે. અા શિલ્પોની ખાસિયત એ છે કે દરેક બુદ્ધાના ચહેરાના હાવભાવમાં ફર્ક છે.

You might also like