ત્રણ દશક બાદ મકર સંક્રાંતિએ સર્જાશે અતિ દુર્લભ યોગ

અમદાવાદ : શનિવારે 14.01.2017એ મકર સંક્રાંતિ પુણ્યકાળ સવારે 07.50થી પ્રારંભ થઇને સાંજે 17.41 સુધી રહેશે. પુણ્યકાળ મુહર્તની અવધિ 9 કલાક 51 મિનિટ સુધી રહેશે. સંક્રાંતિ પુણ્ય સાળ સાંજે 07 વાગીને 50 મિનિટે હશે. મહાપુણ્ય કાળ 07.50 સવારથી 08.14 સુધી રહેશે. જેનો સમય 23 મિનિટ રહેશે. વર્ષે 2017ની મકર સંક્રાંતિ પર પ્રીતિયોગ અને આયુષ્યમાન યોગ રહેશે. સાથે સાથે ચંદ્રમા પોતાની રાશિ કર્ર રાશિમાં અને બુધના નક્ષત્ર અશ્લેષાનક્ષત્રમાં રહેશે. આ દિવસે સુર્યોદય સવારે 07.19થી માંડીને 12.49 સુધી ગજકરણ તથા રાત્રે 12.08 સુધી વણિજ કરણ રહેવાતી આ મકર સંક્રાતિ ઘણી ખાસ થઇ જાય છે.

આ દિવસે સુર્ય સવારે 7.50 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે. નક્ષત્ર અનુસાર આ સંક્રાંતિનુંનામ રાજસી તથા મિશ્રતા પણ છે. આ સંક્રાતી જીવો માટે લાભકારી હશે. આ સંક્રાંતિ લાલ વસ્ત્ર ધારણ કરીને આવશે. તેનું શસ્ત્ર ધનુષ છે. હાળમાં લોખંડનુ પાત્ર છે અને તે દુધનુ સેવન કરી રહી છે.

આ વર્ષે ત્રણ દશક બાદ મકર સંક્રાતીનો અતિદુરલ્ઘ સંયોગ બન્યો છે. જ્યોતિષ અનુસાર આ મકર સંક્રાતિ પર ગજ – કરમ હોવાથી તેની સવારી હાથી પર ચઢીને આવશે. તે વણિજ કરણ રહેવાથી બળદ પર બેસીને વિદાય લશે. હાથીની સવારી રાહૂનુ પ્રતિક છે તથા બળદની સવારી પૂર્યનું પ્રતિક છે. હાથી પ્રવર્તન તથા શક્તિનું પ્રતિક છે. અને બળદ દમન તથા નિષ્ઠુકરાતનું પ્રતિક છે. બંન્ને જ કારણ ચલાયમાન છે. સંક્રાંતિ રાજસી અને આગમન હાથી પર રહેવાથી રાજાને જલ્દી ક્રોધ આવશે. રાજા કોઇનું કહેવું નહી માને. પુરૂષ મહિલાઓ એક બીજા તરફ વધારે આકર્ષીત થશે. લોકો પોતાનાં સ્થાન વારંવાર બદલશે. લોકો બીજાની સંપત્તિને હડપવા માટે તનતોડ મહેનત કરશે. રાજા વિરોધીઓને આકરી સજાઓ કરશે અને શત્રુઓને પરાસ્ત કરીને વિજય પ્રાપ્ત કરશે. વિદાઇ બળ પર હોવાથી વિરોધ પક્ષમાં રાજ્યની ઇચ્છા યથાવત્ત રહેશે. લોકો કામ ઓછુ અને આરામ વધારે કરશે. જનતા ઘાંચીના બળદની જેમ પિસાશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સંક્રાતી સૂર્યના સંક્રામણથી બન્યું છે. અર્થાત સુર્યના રાશિ પરિવર્તનને સંક્રાંતી કહે છે. જ્યોતિષના પંચાગ ખંડ અનુસાર આ દિવસે સૂર્ય, શનિની રાશિ મકરમાં પ્રવેશ કરીને બે માસ સુધી શનિની બે રાશિઓ મકર તથા કુંભમાં રહે છે. સૂર્યના મકર રાશિમાં આવવાના કારણે તેને મકર સંક્રાંતિ કહે છે.
મકર સંક્રાંતિથી સૂર્ય ઉત્તરી ગોલાર્ધની તરફત આવવાનો ચાલુ થઇ જાય છે જે સુર્યના પરિવર્તનને અંધકારથી પ્રકાશની તરફ અગ્રેસર હોવાની નિશાની માનવામાં આવે છે. આ દિવસથી ધનુર્માસ તથા દક્ષિણાયન સમાપ્ત થાય છે તથા શુભ માહ અને ઉતરાયણના પ્રારંભ થવાનાં કારણે આ દિવસે લોકો દાન પુણ્ય કરીને શુભ કાર્ય કરે છે.

You might also like