મકરસંક્રાતિ પર છે શુભ સંયોગ, શનિ શાંતિ માટે કરો આ પાંચ કામ

વર્ષની 12 સંક્રાંતિયોમાં મકર સંક્રાતિનું મહત્વ સૌથી વધારે છે. કારણકે આ દિવસે સૂર્ય દેવ મકર રાશિમાં પ્રવેશે છે. તેની સાથે જ દેવતાઓનો દિવસ શરૂ થાય છે. એટલા માટે જ મકરસંક્રાતિના દિવસે સ્નાન, પૂજા અને દાનનું ખૂબ જ મહત્વ છે. સૂર્ય દેવતાનું તેમના પુત્ર શનિના ઘરમાં આગમ એક શુભ સંયોગ છે. જે ઘણા વર્ષો પછી આવે છે. ત્યારે શનિ શાંતિ માટેના કેટલાક ઉપાયો વૈભવ અને લક્ષ્મી આપનારા રહેશે.

જ્યોતિષ પ્રમાણે શનિને મકર અને કુંભ રાશિનો સ્વામી ગણવામાં આવે છે. ત્યારે શનિના દિવસે સૂર્યનું આગમન શુભ ગણાય છે. આ વર્ષે 26 જાન્યુઆરીએ મકર રાશિમાં સાડાસાતી પણ શરૂ થાય છે. ત્યારે શનિને ખુશ કરવાનો આ શુભ યોગ છે. મકર રાશી સિવાય તુલા, વૃશ્ચિક, ધન રાશિને પણ સાડાસાતી અને મેષ, વૃષભ, સિંહ, અને કન્યા રાશીને પણ અઠી વર્ષની પનોતી છે. ત્યારે આ આઠ રાશીઓએ શનિ મહારાજને ખુશ કરવાના કેટલાક સરળ ઉપાય છે.

મકરસંક્રાતિના દિવસે અડળની દાળની ખિંચડી બનાવી દાન કરો અને પોતે પણ ખાવ. સરસવના તેલમાં ગળીપૂરી તળીને કૂતરાને ખવડાવો. કાળાતલનું દાન કરી અને તલથી બનેવી વસ્તુ ખાવ. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા કામળાનું દાન કરો. જે શુભ ફળ આપનારૂ સાબિત થશે.

home

You might also like