કાશ્મીરમાં સેનાને મોટી સફળતાઃ અમરનાથ યાત્રા પર હુમલાના ગુનેગાર આતંકીઓ ઠાર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના એક ઘરમાં છુુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબારમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા અને એક જવાન શહીદ થયો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી એસ.પી. વૈદ્યે આ વાતની જાણકારી પોતાના ટ્વિટર હેન્ડલ પર આપી હતી. કાજીગુંડમાં નેશનલ હાઇવે પર નુસબાંદેરગુંડમાં લશ્કરના એક કાફલા પર થયેલા હુમલા બાદ એન્કાઉન્ટર થયું હતું અને કેટલાય કલાકો સુધી ચાલેલી અથડામણ બાદ સેનાએ બે આતંકીઓને ઢાળી દીધા હતા. આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે અને એક જવાન શહીદ થયો છે.

આમ, જમ્મુ અને કાશ્મીરમાં સેના, એસઓજી અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં અમરનાથ હુમલાના અપરાધીઓને ઢાળી દેવામાં આવ્યા હતા. આ આતંકીઓની ઓળખ ફુરકાન, યાવર બશીર અને અબુ માવિયા તરીકે થઇ છે. ફુરકાન લશ્કર-એ-તોઇબાનાે ડિવિઝનલ કમાન્ડર હતો. તે પાકિસ્તાનનો રહેવાસી હતો. અબુ ઇસ્માઇલ મરાયા બાદ ફુરકાનને લશ્કર-એ-તોઇબાની કમાન સોંપવામાં આવી હતી.

જ્યારે યાવર બશીર સ્થાનિક આતંકી હતો અને અબુ માવિયા પાકિસ્તાની આતંકી હતો. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી એકે-૪૭ રાઇફલ સહિત અન્ય સામગ્રી મળી આવી હતી. ડીજીપી એસ.પી. વૈદ્યે આજે સવારે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે ત્રીજો આતંકી સ્થાનિક હતો અને તેનું નામ યાવર હતું. તેની લાશનો પોલીસે કબજો લીધો છે, જ્યારે ચોથો આતંકી જખમી હાલતમાં જીવતો પકડાયો છે. તેમણે એવી જાણકારી આપી હતી કે અગાઉ અબુ ઇસ્માઇલ અને હવે અબુ માવિયા, ફુરકાન અને યાવરની સાથે એ ગ્રૂપનો સફાયો થઇ ગયો છે, જેમણે જુલાઇ-ર૦૧૭માં અમરનાથયાત્રીઓ પર હુમલો કર્યો હતો.

એસ.પી. વૈદ્યે જવાનોને અભિનંદન આપતાં લખ્યું હતું કે, ‘વેલડન બોઈઝ’. તેમણે એવી પણ માહિતી આપી હતી કે ફુરકાન નામનો પાકિસ્તાની આતંકવાદી પણ આ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. ફુરકાન લશ્કર-એ-તોઇબાનો નવો ડિવિઝનલ કમિશનર હતો. ફુરકાન ઉપરાંત એક વધુ પાકિસ્તાની આતંકવાદી અબુ માવિયાને પણ સુરક્ષા દળોએ ઢાળી દીધો હતો.
લોકોએ આતંકી ઝા‌કીર મુસાને પથ્થરમારો કરી ભગાડી મૂકયોનાણાંની તંગીથી બેહાલ આતંકીઓને હવે સ્થાનિક લોકોનો પણ ટેકો મળતો નથી.

કાશ્મીરમાં આતંકના નવા ચહેરા તરીકે ઓળખાતો અને અલ કાયદાના સંગઠન અન્સાર-ઉલ-ગઝવા-એ-હિંદના કમાન્ડર ઝાકીર મુસાને સોમવારે તેના જ ગામના લોકોએ પથ્થરમારો કરીને ભગાડી મૂક્યો હતો અને સાથે ઝાકીર મુસાના સાગરીત આતંકીઓને પણ ત્યાંથી ભાગી જવું પડ્યું હતું. ઝાકીર મુસા બપોરે સવા બે કલાકે હથિયારો સાથે પોતાના બે સાગરીતોને લઇ પોતાના જ ગામની જમ્મુ-કાશ્મીર બેન્કની શાખા લૂંટવા આવ્યો હતો.

તેણે બેન્કના સ્ટાફ અને સુરક્ષાકર્મીઓને ધમકાવીને એક બાજુ ઊભા રાખી દીધા હતા. લોકોને ખબર પડતાં આતંકીઓ પર પથ્થરમારો શરૂ કર્યો હતો અને તેનાથી ગભરાઇને ઝાકીર મુસા સહિત તેના સાગરીતોને ઊભી પૂંછડીએ ભાગી જવું પડ્યું હતું.

You might also like