યૂપી ચૂંટણી કેમ્પેનમાં મોટી પાર્ટીઓએ ખર્ચ કર્યા 5500 કરોડ રૂપિયા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે વિવિધ પાર્ટીઓ દ્વારા કુલ 5500 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં નોટ ફોર વોટ માટે આશરે 1000 કરોડ રૂપિયાના ખર્ચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1/3 મતદાતાઓએ દારૂ માટે રોકડ રકમની ઓફરની વાતનો પણ સ્વીકાર કર્યો છે.

ઉત્તર પ્રદેશમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં મોટી પાર્ટી એકલાએ 5500 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કર્યો છે. ભારતીય ચૂંટણી આયોગે કેમ્પેન ખર્ચ માટે 25 લાખ પ્રતિ ઉમેદવારની અનુમતિ આપી હતી. પરંતુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે મોટાભાગના ઉમેદવારોએ એનાથી પણ વધારે ખર્ચા કર્યા છે. કેમ્પેન માટે પાર્ટીઓએ પારંપારિક અને ગેરપારંપારિક ગતિવિધિઓનો સહારો લીધો છે. લાઇડ સ્ક્રીન પ્રોજેક્શન સહિત પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક મટીરિયલ, વીડિયો વેન વગેરે પર 600 થી 900 રૂપિયાનો ખર્ચ થયો છે.

સંશોધન પરથી જાણવા મળ્યું છે કે નોટબંધી હોવા છતાં આ વખતે ચૂંટણીનો ખર્ચ વધારે વધી ગયો. 2/3 મતદાતાઓ અનુસાર આ વખતે ઉમેદવારોએ પહેલા કરતાં પણ વધારે ખર્ચા કર્યા છે.

http://sambhaavnews.com/

You might also like