માનહાની કેસ મુદ્દે : કેજરીવાલ સહિત 6 નેતાઓનાં જામીન મંજુર

નવી દિલ્હી : નાણામંત્રી અરૂણ જેટલીએની ગુનાહીત માનહાની મુદ્દે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીનાં 6 નેતાઓને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ દ્વારા જામીન આપી દેવાયા છે. કોર્ટે જામીન 20-20 હજાર રૂપિયાનાં બોન્ડ પર આપ્યા છે. આ સુનવણી ચાલુ થતા પહેલા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત છ નેતા કોર્ટ પહોંચ્યા હતા. થોડા જ સમયમાં અરૂણ જેટલી પણ પહોંચ્યા હતા. સુનવણીમાં આરોપીઓનાં વકીલે જામીન માંગ્યા હતા. કોર્ટે જામીન મંજુર કર્યા હતા.

બીજી તરફ તેની પહેલા દિલ્હીનાં મુખ્ય સચિવે દિલ્હી પોલીસ કમિશ્રનરે ફોન દ્વારા કોર્ટ પરિસરમાં મુખ્યમંત્રીની સુરક્ષાનાં મુદ્દે ચર્ચા કરી હતી. જો કે સુરક્ષા વ્યવસ્થા કોર્ટમાં કડક રાખવામાં આવી હતી. ગત્ત સુનવણી દરમિયાન પટિયાલા હાઉસ કોર્ટમાં જેટલીની માનહાનીની અરજી અંગે સુનવણી કરતા કેજરીવાલ, કુમાર વિશ્વાસ, આશુતોષ, સંજયસિંહ, રાઘવ ચઢ્ઢા અને દીપક વાજપેઇને ગુનામિહ માનહાનીનાં કેસમાંર જુ થવા માટે સમન ફટકારવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ડીડીસીએ ગોટાળામાં અરૂણ જેટલી, તેમની પુત્રી તથા જમાઇનાં નામ કથિત રીતે આવ્યા બાદ આપનાં તમામ નેતાઓ જેટલી પરિવાર પર તુટી પડ્યા હતા. જેનાં કારણે અરૂણ જેટલી દ્વારા પોતાનું તથા પરિવારનું નામ આ ગોટાળામાં ખોટી રીતે ખેંચવામાં આવ્યું હોવાનું તથા તેનાં કારણે પરિવારને ઘણી માનહાની થઇ હોવાનું જણાવીને નાણા પ્રધાને આપનાં નેતાઓ વિરુદ્ધ માનહાનીનો દાવો માંડ્યો હતો. જે અંગેની હાલ પટિયાલા હાઉસ કોર્ટમાં સુનવણી ચાલે છે.

You might also like