મેજર હાંડાએ શૈલજાને ફેસબુક પર જોઈને તેના પતિ સાથે મિત્રતા કરી હતી

નવી દિલ્હી: શૈલજા મર્ડર કેસમાં પોલીસ હાલ નિખિલ હાંડાની પૂછપરછ કરી રહી છે તેમ તેમ રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં મેજર હાંડાએ શૈલજાને ફેસબુક પર જોઈ હતી અને ત્યારબાદ શૈલજા નજીક આવવા માટે તેના પતિ સાથે મિત્રતા કરી હતી. આ ઉપરાંત મેજરે ફેસબુક પર બોગસ પ્રોફાઈલ બનાવી ને પોતાને બિઝનેસમેન બતાવી ત્રણ મહિલાને ફસાવી હોવાનું પણ બહાર આવ્યુ છે.

૨૦૧૫માં સોશિયલ મીડિયા દ્વારા મેજર શૈલજાના સંપર્કમાં આવ્યા હતા. થોડા દિવસ પહેલાં શૈલજાના પતિ મેજર અમિતે તેને નિખિલ સાથે વીડિયો કોલિંગ કરતા પણ પકડી લીધી હતી. ત્યારે મેજર અમિતે તેને નિખિલથી દૂર રહેવાની ચેતવણી પણ આપી હતી.

પતિની ધમકીના કારણે શૈલજા નિખિલથી ડિસ્ટન્સ રાખવા લાગી હતી. જોકે તે એવું ન હતી કરી શકતી. હાંડાના જણાવ્યા પ્રમાણે પહેલાં તેણે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવીને શૈલજા સાથે ૨૦૧૫માં મિત્રતા કરી હતી. છ મહિના સુધી તેણે પોતાની ઓળખ એક બિઝનેસમેન તરીકે આપી હતી.

ત્યારે તેનું પોસ્ટિંગ શ્રીનગરમાં હતું. જ્યારે તેમની મિત્રતા વધી ગઈ ત્યારે તેણે શૈલજાને સાચી વાત કહી દીધી હતી. ત્યારપછી હાંડાની ટ્રાન્સફર પણ નાગાલેન્ડના દિમાપુરમાં થઈ ગઈ હતી. તે શૈલજાના ઘરની નજીક જ રહેતો હતો. શૈલજાએ તેના ઘરે એક પાર્ટીમાં હાંડાને પણ આમંત્રણ આપ્યું હતું.

તેમાં જ શૈલજાએ પ્રથમ વખત નિખિલ અને અમિતની મુલાકાત કરાવી હતી. હાંડાએ નકલી ફેસબુક અકાઉન્ટથી દિલ્હીની અન્ય ત્રણ મહિલાને પણ તેની જાળમાં ફસાવી હતી. હાંડાએ પોલીસને જણાવ્યું કે, શૈલજા તેને ધમકી આપતી હતી કે જો તે તેનો પીછો નહીં છોડે તો તે સેનાના ઓફિસરને મારી ફરિયાદ કરીને મારું કોર્ટ માર્શલ કરાવી દેશે.

You might also like