કોલકત્તામાં ફ્લાયઓવર ધરાશાયી, અનેક લોકો દટાયાં હોવાંની આશંકા

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં ફ્લાયઓવર પડવાંથી એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. દક્ષિણ કોલકત્તાનાં માજેરહાટ ફ્લાયઓવરનો એક ભાગ તૂટી પડતાં આ કાટમાળમાં કેટલાંય લોકોનાં દટાયાની આશંકા સેવાઇ રહી છે.

પ્રત્યક્ષદર્શીઓનાં જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અનેક લોકો દટાયાં હોઇ શકે છે. આ દુર્ઘટનામાં અનેક ગાડીઓ પણ કાટમાળમાં દટાઇ હોઇ શકે છે. આ કાટમાળમાં અત્યાર સુધી તો 3 લોકોને નિકાળવામાં આવ્યાં છે કે જેઓની હાલત હાલમાં ગંભીર દર્શાવાઇ છે.

કોલકત્તામાં તાજેતરનાં દિવસોમાં પૂલ તૂટવાની આ ત્રીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા પણ એપ્રિલ 2016માં પણ કોલકત્તામાં જ પુલ પડવાથી બે ડઝનથી વધુ લોકોનાં મોત થયાં છે જ્યારે અંદાજે 100 લોકો ઘાયલ થયાં હતાં.

 

You might also like