હવે ઘરે જ બનાવો નેચરલ શેવિંગ ક્રીમ

જ્યારે તમે બજારમાંથી શેવિંગ ક્રીમ, જેલ અને ફોર્મ જેવી વસ્તુઓ ખરીદો છો તો તમને ત્યારે ખબર છે કે તેમાં કેટલા કેમિકલ પ્રોડક્ટ હોય છે, જે તમારી સ્કીન માટે બિલકુલ સારા નથી. એટલા માટે જરૂરી નથી કે માર્કેટમાં જ મળતા ક્રીમનો તમે ઉપયોગ કરો. તમે ઘરે પણ શેવિંગ ક્રીમ બનાવી શકો છો, જે સ્મૂધ હોવાની સાથે ઓછી કિંમતે અને કોઇ પણ સાઇડ ઇફેક્ટ પણ થસે નહીં. તો ચલો જાણીએ ઘરે કેવી રીતે શેવિંગ ક્રીમ બનાવાય.

શેવિંગ ક્રીમ બનાવવાની ટીપ્સ
સ્મૂધ શેવ માટે ઘરે શેવિંગ ક્રીમ બનાવવા માટે થોડીક જ સામગ્રીની જરૂર પડે છે.
1/3 કપ નારિયેલ તેલ
1/3 કપ શીયા બટર
2 મોટા ચમચા જેતૂન અને બદામનું તેલ
2 મોટા ચમચા કેસાઇલ સાબુ (જો નાંખવા ઇચ્છો તો જ)

બનાવવાની રીત: સૌથી પહેલા એક નાના સોસ પેન પર શીયા બટર અને નારિયેલ તેલને ધીમો તાપ રાખીને પીગાળી દો. જ્યાં સુધી પૂરી રીતે પીગળી ના જાય ત્યાં સુધી તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો. હવે તેમાં જેતૂનનું તેલ મિક્સ કરો અને પૂરી રીતે પીગળે ત્યાં સુધી હલાવો, પછી તેને તાપમાંથી ખસાડી દો. હવે આ મિશ્રણને પેન પરથી નિકાળીને મધ્યમ આકારના વાસણ અથવા બાઉલમાં લો અને ફ્રીઝમાં ઠંડું થવા મૂકી દો.

તે જામી ના જાય ત્યાં સુધી ફ્રીઝમાં જ રહેવા દો. હવે તેને ફ્રીઝમાંથી નિકાળી દો અને ચેને ચમચીની મદદથી એક બાઉલમાં કાઢી લો, હવે તેમાં કેસાઇલ સાબુ મિક્સ કરો અને પૂરી રીતે મિક્સ થઇ જાય ત્યાં સુધી હલાવો. શેવિંગ ક્રીમ તૈયાર છે. તેને ઠંડી અથવા સૂકી જગ્યાએ મૂકો.

You might also like