શાહરુખ સાથે વારંવાર કામ કરવાની માહિરાની ઇચ્છા

પાકિસ્તાનની સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી માહિરા ખાનની કરિયરની સફર પાકિસ્તાની સિરિયલ ‘હમસફર’થી શરૂ થઈ. તેને ત્યાં સારી એવી લોકપ્રિયતા મળી. વીજે અને ટીવી અભિનેત્રીના રૂપમાં લોકપ્રિયતા મેળવ્યા બાદ પાકિસ્તાની ફિલ્મ ‘બોલ’માં કામ કર્યું. માહિરા ખાનની વર્ષોથી શાહરુખ સાથે ફિલ્મી પરદે રોમાન્સ કરવાની ઈચ્છા હતી, જ્યારે તેણે શાહરુખ ખાનની અોપોઝિટ લીડ રોલના ઓિડશન માટે બોલાવવામાં અાવી ત્યારે તેને પોતાનાં સપનાં હકીકતમાં બદલાતાં લાગ્યાં.

માહિરા ખાનના વ્યક્તિત્વની ખૂબી તેની અાંખો છે. તેની અાંખોમાં કોઈ ગંભીરતા દેખાય છે. શાહરુખની સાથે કામ કરતી વખતે તે ખૂબ જ નર્વસ હતી. ‘રઈસ’માં શાહરુખ સાથે એક રોમેન્ટિક સીનમાં શાહરુખ માહિરાની નજીક અાવીને તેના ખભા પર કિસ કરે છે. માહિરા ખૂબ જ અપસેટ હતી અને લાખ કોશિશ છતાં તે સીન યોગ્ય રીતે થઈ રહ્યો ન હતો, પરંતુ જ્યારે શાહરુખે માહિરાને તે સીનનું મહત્ત્વ સમજાવ્યું ત્યારે માહિરાની હીચક દૂર થઈ અને તે સીન પૂરો થઈ શક્યો. માહિરા ઈચ્છે છે કે શાહરુખ-કાજોલ કે શાહરુખ-માધુરીની જેમ શાહરુખ સાથે તેની જોડી સિલ્વર સ્ક્રીન પર જાદુ કરી શકે, જેથી તે અાગામી થોડાં વર્ષ સુધી શાહરુખ માટે રિઝર્વ થઈ જાય. તેણે પોતાની અા ઈચ્છા શાહરુખ સમક્ષ પણ પ્રગટ કરી છે, પરંતુ શાહરુખ માહિરાને એક જ વાત કરે છે કે હિંમતથી કામ કર બધું સારું થશે. ‘રઈસ’ના ચક્કરમાં માહિરાએ નવા પ્રોજેક્ટ પણ હાથમાં લીધા નથી. •

You might also like