ભારતમાં TUV300 ટી10 મહિન્દ્રા લૉન્ચ, જાણો શું ખાસ?

ભારતમાં વ્હિકલ પ્રોડક્શન કંપની મહિન્દ્રાએ પોતાની નવી કાર ટીયૂવી 300 ટી 10ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. મહિન્દ્રા TUV300 T10 કોમ્પેક્ટ એસયૂવી બેઝ ‘ T 10’ રેન્જની ટૉપિંગ વેરિઅન્ટ છે. ઉલ્લેખનીય છે કે, મહિન્દ્રા ટીયૂવી 300 T10ને મોડેલને T10 ડ્યૂલ ટૉન, T10 એએમટી, T10 ડ્યૂલ ટૉન એએમટી ત્રણ અલગ અલગ રીતે લૉન્ચ કરવામાં આવી છે.

ભારતમાં આ નવી કાર ટીયૂવી 300 ટી 10ની કિંમત 9.75 લાખથી શરૂ થાય છે. આ નવી કારમાં 7 ઈંચના ટચસ્ક્રીન ઈન્ફોકેશન સિસ્ટમ અપડેટ કરવામાં આવી છે અને મેપ ઈન્ડિયા, એન્ડ્રોઈડ ઑટો, નેવિગેશન અને મહિન્દ્રા બ્લૂ સેન્સ એપના નકશાને પણ જોડી દેવામા આવ્યો છે.

સુરક્ષાની સુવિધા માટે TUV300 T10માં સામે બંને સાઈડ એરબેગ આપેલ છે અને એબીએસના ઈબીડી અને આઈએસઓએફઆઈક્સ માઉન્ટસ પણ સાથે છે. TUV300 T10 કારમાં 1.5 લીટર એમએચકે 100 ડિઝલ એન્જિન છે, જે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ લેસ છે. આ કાર વેર્વ બ્લૂ, મોલ્ટેન ઓરેન્જ, ગ્લેશિયર વ્હાઈટ, મેજેસ્ટિક રજત, બોલ્ડ બ્લેક અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે.

You might also like