મહિન્દ્રા નુવોસ્પોર્ટ સીટી એસયુવી તરીકે બેસ્ટ ઓપ્શન

અમદાવાદ : મહિન્દ્રાએ હાલમાં જ સબ-4 મીટર એસયૂવી રેન્જમાં નવુોસ્પોર્ટ નામની કારને લોન્ચ કરી છે. ક્વોન્ટોનું સ્થાન લેનારી નુવોસ્પોર્ટને કેયૂપી-100 અને ટીયુવી-300ની વચ્ચે પોઝીશન આપવામાં આવી છે. ફોર્ડ ઇકોસ્પોર્ટ આવે તે પહેલા ક્વોન્ટોએ ચાર મીટરથી નાની પણ મોટી કારનો ટ્રેન્ડ ચાલુ કર્યો હતો. જો કે આ કાર બજારમાં તેટલી સફળ નહોતી રહી જેટલી આશા હતી. હવે નુવોસ્પોર્ટની સાથે મહિન્દ્રાને નવી શફળતાની આશા છે.

સૌથી મહત્વની બાબત છે કે નુવોસ્પોર્ટ માત્ર ક્વોન્ટોનો જ નવો અવતાર નથી. તેમાં અંદર અને બહારની તરફથી કેટલાય ફેરફાર થયા છે. કંપનીનું કહેવું છે કે નુવોસ્પોર્ટમાં ક્વોન્ટોની થોડી બોડી પેનલ અને પાર્ટસ લેવામાં આવ્યા છે. જ્યારે તેનું એન્જિન ચેસિસ સંપુર્ણ અલગ છે. એવામાં સવાલ પેદા થાય છે. જ્યારે મહિન્દ્રાની પાસે આ સેગમેન્ટમાં ટીયૂવી-300 મોડલ હતી તેમ છતા પણ નુવોસ્પોર્ટ લાવવાની શી જરૂર હતી ? જેનાં જવાબમાં કંપનીએ કહ્યું કે બંન્ને ગાડીઓ અલગ અલગ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

સ્ટાઇલનાં મુદ્દે ટીયૂવી-300 પરંપરાગત મહિન્દ્રા ડિઝાઇનની કાર લાગે છે. ત્યારે નુવોસ્પોર્ટ આ મુદ્દે અલગ અને મોર્ડરન છે. સ્પિલટ હેડલેમ્પ્સ અને આઇ બ્રો શેપની ડે ટાઇમ રનિંગ એલઇડી લાઇટ્સ તેને આગળથી એકદમ અલગ જ લુક આપે છે. પહોળી વર્ટિકલ સ્લેટ ગ્રિલ અને બોનેટ પર અપાયેલ સ્કૂપ તેને દમદાર લુક આપે છે. જો કે સાઇડ અને પાછળની ડિઝાઇન એટલી પ્રભાવક નથી. પાછળથી તો તે ક્વોન્ટો જેવી જ લાગે છે. ટેલલાઇટ સેક્શન અને સ્પેર વિલ માઉન્ટ ક્વોન્ટો જેવું જ છે.

પૈડાની સાઇઝ 16 ઇંચ રાખવામાં આવી છે. ક્વોન્ટોમાં તે 15 ઇંચ હતી. ક્વોન્ટોની સામે નુવોસ્પોર્ટ વધારે આકર્ષક લાગે છે અને એયસુવી જેવો અનુભવ આપે છે. નુવોસ્પોર્ટનું ઇન્ટીરીયર થોડા ફેરફાર સાથે ક્વોન્ટો જેવું જ છે. સ્ટિયરિંગ વ્હિલ પ્રમાણમાં મોટું છે જેને નાનુ રાખી શકાયું હોત.ડેશબોર્ડ પણ મોટેભાગે ક્વોન્ટો જેવી છે. તેમાં ટેમ્પ્રેચર ગેજ, ગિયર ઇન્ડિકેટર સહિતની બીજી જાણકારીઓ મળી રહી છે. કારમાં ડ્રાઇવિંગ પોઝીશનને ઉંચી રાખવામાં આવી છે.

ડ્રાઇવર સીટને હાઇટ અનુસાર એડજેસ્ટ કરી શકાય છે. મહિન્દ્રાની અન્ય એસયુવીની જેમ જ કેબિન અને દરવાજામાં સારી સ્ટોરેજ સ્પેસ મળશે. દરવાજામાં એક લીટર પાણીની બોટલ સરળતાથી રહી શકે છએ. આગળ અને પાછળની સીટોમાં આર્મ રેસ્ટ આપવામાં આવ્યા છે. પાછળની સીટો ફોલ્ડ થઇ શકે તેવી છે. પાછળની સીટોને પણ રિલાઇક્સ કરી શકાય છે.
ફીચર્સની વાત કરીએ તો તેમાં હાઇટ એડજેસ્ટેબલસીટ બોલ્ટ, ક્રૂઝ કંટ્રોલ, ઇલેક્ટ્રિક એડજસ્ટ થનાર કાચ, 6.2 ઇન્ચનો નેવિગેશન સપોર્ટ વાળીટચ સ્ક્રીન ઇફોર્ટમેન્ટ સિસ્ટમ આઇપોડ, યૂએસબી , બ્લૂતૂથ અને ઓક્સ કનેક્ટિવિટીની સાથે મળશે. પાવર/ઇકો ડ્રાઇવિંગ મોડ મળશે. સ્ટાર્ટ/સ્ટોપ માઇક્રો હાઇબ્રિડ સ્વિચ ઉપરાંત એસી માટે પણ ઇકો મોડ અપાયો છે.

નુવોસ્પોર્ટમાં 1.5 લીટરનું એમહોક 100 એન્જિન હાજર છે. આ એન્જિન 101 પીએસનો પાવર 3750 આરપીએમ અને 240 એનએમનો ટોર્ક 1600 આરપીએમ પર આપે છે. મહિન્દ્રાનો દાવો છે કે આ આંકડા આ સેગમેન્ટમાં સૌથી સારા છે. ઓછી સ્પિડમાં પણ નુવોસ્પોર્ટ સારો રિસ્પોન્સ આપે છે અને જલ્દી સ્પીડ પકડે છે. સિટી એસયુવીમાં આ એક સારો ઓપ્શન છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અને 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. મેન્યુઅલ વર્જનનો ક્લચ પણ ખુબ જ સરળ છે. સિટીમાં તેનું ડ્રાઇવિંગ ખુબ જ સરળ રહે છે. એન્જિનનો અવાજ અને વાઇબ્રેશનને ખુબ જ સારી રીતે કન્ટ્રોલ કરવામાં આવ્યો છે. કેબિનમાં વધારે અવાજ અને વાઇબ્રેશન નથી અનુભવાતો.
– કૃતાર્થ જી જોશી

You might also like