મહિન્દ્રાની મોજો યૂટી 300 લોન્ચ, જાણો કેટલી છે કિંમત

મહિન્દ્રાએ ભારતીય બજારમાં પોતાની નવી બાઈક મોજો યૂટી 300ને લોન્ચ કરી છે. આ પહેલા કંપનીએ મોજો એક્સટી 300ને બજારમાં ઉતારી હતી. નવી મોજો યૂટી 300 ઘણી હદ સુધી એક્સટી 300 જેવી છે પરંતુ એક્સટી 300માં સિંગલ ટોન કલર હતો, જ્યારે યૂટી 300માં ડ્યુઅલ ટોન આપાવામાં આવ્યો છે. આ ઉપરાંત હેડલાઈટ કાઉલ પણ નવા અંદાજમાં રજુ કરવામાં આવી છે.

બાઈકના એન્જીનની વાત કરીએ તો તેમાં એજ જુનુ કાળુ એન્જીન, બેલી પૈન અને 21 લીટરનો ફ્યુલ ટૈંક છે. તેમાં 294.7cc નો 1 સિલેન્ડર વાળુ લિક્વિડ કુલ એન્જીન અને ફ્યુલ ઈન્જીન અને ફ્યુલ ઈન્જેક્શનની જગ્યાએ કાર્બોરેટર આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત યૂટી 300માં 23.1 એચપી અને 25.2 એનએમ ટોર્ક છે.

નવી બાઈકની લંબાઈ 15mm વધારી દેવામાં આવી છે અને આગળની બાજુ 320 એમએમ તથા પાછળની તરફ 240 એમએમની ડિસ્કબ્રેક છે. કિંમતની વાત કરીએ તો તેની કિંમત 1.4 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ દિલ્હી) છે. તેની કિંમત એક્સટી 300થી 35,000 રૂપિયા ઓછી છે.

You might also like