Mahindra Marazzoને અપાયું એપલ કારપ્લે કનેક્ટિવિટી ફીચર

Mahindra & Mahindraની તાજેતરમાં જ લોન્ચ થયેલ એમપીવી Mahindra Marazzoમાં હવે એપલ કારપ્લે ફીચર પણ મળશે. કંપનીએ બુધવારનાં રોજ Marazzoમાં આ નવા ફીચરની શરૂઆત કરી છે. આનાં દ્વારા એપલ યૂઝર્સને પણ મોટી રાહત મળશે. એપલ કારપ્લેની મદદથી કારમાં આપવામાં આવેલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી યૂઝરનો આઇફોન કનેક્ટ થઇ જશે. જેનાંથી ફોન કોલ્સ, મ્યૂઝીક અને સીરી સર્ચને સરળતાથી યૂઝ કરવામાં આવશે.

એપલ કારપ્લે ફીચરથી યૂઝરનો કોલ લોગ અને કોન્ટેક્ટ લિસ્ટ જેવ મહત્વની જાણકારીઓ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પર દેખાશે. મહિન્દ્રા મરાજોની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં ઇન્ટીગ્રેટેડ સ્ટીયરિંગ કંટ્રોલ્સ, એન્ડ્રોઇડ ઓટો, જીપીએસ-ઇનેબલ નેવિગેશન અને વોયસ એક્ટિવ જેવાં ફીચર્સ પહેલેથી મોજૂદ છે.

મહિન્દ્રા મરાજોની ડિઝાઇન શાર્કથી પ્રેરિત છે. આમાં 1.5 લીટરનાં ચાર સિલિન્ડર એન્જીન છે કે જે 120 bhpનો પાવર અને 300 Nm ટોર્ક જનરેટ કરે છે. આમાં 6-સ્પીડ મેન્યુઅલ ગેરબોક્સ આપવામાં આવેલ છે. જો કે હાલમાં આ નવી કારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન નથી. સુરક્ષાની જો વાત કરીએ તો આમાં ડ્યૂલ ફ્રન્ટ એરબેગ, એબીએસ, ઇબીડી, બ્રેક અસિસ્ટ અને આઇસોફિક્સ ચાઇલ્ડ સીટ જેવાં ફીચર્સ આપવામાં આવેલ છે.

મરાજો એમપીવીમાં સામેની તરફ સ્ટાઇલિશ ક્રોમ ગ્રિલ, પાયલટ લાઇટની સાથે બોલ્ડ ડબલ બૈરલ હેડલેમ્પ અને ઇન્ટીગ્રેટેડ એલઇડી લેમ્પની સાથે આંખનાં શેપમાં ફોગલેમ્પ આપવામાં આવેલ છે. મરાજોમાં 17 ઇંચની અલોય વીલ અને શાર્ક ટેલથી ઇંસ્પાયર્ડ LED ટેલલેમ્પ્સ આપવામાં આવેલ છે. Marazzo MPV ભારતમાં 7 સીટર અને 8 સીટર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. 8-સીટર મોડલમાં ફોલ્ડેબલ બેન્ચ સીટ આપવામાં આવેલ છે.

Dhruv Brahmbhatt

Recent Posts

કામ કરીને થાકેલા મજૂર 160 ફૂટ ઊંચા વીજળીના ટાવર ઉપર સૂઈ ગયા

ચીનમાં મજૂરોનું એક ગ્રૂપ ૧૬૦ ફૂટ ઊંચા વીજળીના ટાવર પર સૂતેલું જોવા મળ્યું હતું. તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા…

1 day ago

ખુશ રહેવું હોય તો હસો, તેનાથી પોઝિટિવ વિચાર આવે છેઃ રિસર્ચ

ખુશ રહેવાનો સંબંધ હસવા સાથે પણ છે. એક રિસર્ચમાં દાવો આ દાવો કરાયો છે. અમેરિકન મનોવૈજ્ઞાનિકોએ છેલ્લા ૫૦ વર્ષના ડેટાનો…

1 day ago

મહાભારતના નાયક યુધિષ્ઠિર કેમ છે?

આ કોલમમાં મહાભારતનાં માહાત્મ્યની ચર્ચા કર્યા પછી હવેથી આપણે મહાભારતનાં પાને પાને પથરાયેલા ધર્મ તત્વને જાણવાની કોશિશ કરીશું. મહાભારતનાં પાત્રોનો…

1 day ago

બે કરોડથી વધુ લોકો ઈન્કમટેક્સના નિશાન પરઃ 30 જૂન સુધીમાં કાર્યવાહી

ડાયરેક્ટ ટેક્સની વસૂલાતમાં ઘટાડો થતાં હવે ઇન્કમટેક્સ વિભાગે કડક વલણ અખત્યાર કર્યું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ઇન્કમટેક્સ…

1 day ago

IPL પર રમાતો 80 ટકા સટ્ટો ઓનલાઈનઃ પોલીસ ઓફલાઈન

આઈપીએલ ક્રિકેટ મેચની શરૂઆતની સાથે સટ્ટાબજાર ગરમાતું હોય છે. બુકીઓ માટે આઇપીએલની મેચ તહેવારની જેમ હોય છે. બુકીઓ તેમજ ખેલીઓને…

1 day ago

Public Review: ‘કલંક’ એક્ટિંગની દૃષ્ટિએ ફિલ્મ સારી, સ્ક્રિપ્ટ નબળી

આ ફિલ્મ ખૂબ જ સારી છે. ફિલ્મનું ટ્વિસ્ટ અંત સુધી બાંધીને રાખે છે. ફિલ્મમાં સારો દેખાવ અને સુંદર દૃશ્ય દર્શાવવામાં…

1 day ago