લોન્ચ થઇ ફુલ મહેન્દ્રાની ઇલેક્ટ્રિક કાર e Verito

નવી દિલ્હી: ભારતીય ઓટોની જાણીતી કંપની મહિન્દ્રાએ પૂરી રીતે વીજળીથી ચાલતી પોતાની બીજી કાર e Verito લોન્ચ કરી છે. આને સૌથી પહેલા 2012, 2014 અને 2016ના ઓટો એક્સપોમાં કોન્સેપ્ટ તરીકે રજૂ કરવામાં આવી હતી. આ કારની દિલ્હી શોરૂમમાં શરૂઆતની કિંમત 9.50 લાખ રૂપિયા છે. કંપની આ પહેલા e20 ઇલેક્ટ્રિક હેચબેક લાવી હતી જેનું વેચાણ હજુ પણ ચાલુ છે.

બજારમાં આ સેડાન ત્રણ વેરિએન્ટમાં D2, D4 અને D6માં ઉપલબ્ધ થશે. આનું વેચાણ દિલ્હી, મુંબઇ, બેંગલોર, કોલકત્તા, ચંડીગઢ. હૈદરાબાદ, નાગપુર અને જયપુરમાં પહેલા શરૂ થશે.

Mahindra e Veritoમાં 72Vનું પેજ 3 ફેઝ AC ઇન્ડક્ટર મોટર લગાડવામાં આવી છે જે 3500rpm પર 41Hp આપે છે. આ ઓટોમેટિક ટ્રેન્સમિશનથી લેશ છે.

આ કારને ઘરમાં પણ ચાર્જ કરી શકાય છે. આ કારના ટોપ એન્ડ વેરિએન્ટમાં ફાસ્ટ ચાર્જિગ ઓપ્શન આપવામાં આવ્યું છે, એટલે કે તમે આ કારને 2 કલાકમાં પણ ચાર્જ કરી શકો છો. સાધારણ ચાર્જિગ મોડમાં આ કારને 8 કલાકમાં ચાર્જ કરી શકાશે.

આ કારને એક વખથ ફુલ ચાર્જ કરીને 100 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. જો કે આ તેના લોડ પર પણ ડિપેન્ડ કરે છે. આને તમે 86 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડથી ડ્રાઇવ કરી શકો છો. આ સાથે ઇકો ડ્રાઇવ મોડ અને રિમોટ ડાયગ્નોસ્ટિક્સ આપવામાં આવશે જેનાથી તમને રોડ પર ક્યાંય પણ મદદ મળશે.

You might also like