મહિન્દ્રાએ લોન્ચ કરી ‘Suv Kuv 100’, કિંમત 4.42

ચાકન: મહિન્દ્રાએ આજે ખાસકરીને પહેલીવાર કાર ખરીદનાર યુવાનોને ધ્યાનમાં રાખીને એક કોમ્પેક્ટ એસયૂવી, ‘કેયૂવી 1000’ લોન્ચ કરી છે જેની કિંમત 4.42 લાખ (પુણેના શોરૂમમાં) આ કંપનીની પ્રથમ પેટ્રોલ કાર છે.

કંપની એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખી રહી છે જે મારૂતિ સુઝુકીની સ્વિફ્ટ અને હુંડાઇની ગ્રાંડ આઇ10 જેવી હેચબેક એસયૂવી ખરીદવા માંગે છે. મહિન્દ્રાએ એ વાત પર ભાર મૂક્યો છે કે કેયૂવી 100ની કીંમત 4.42 લાખ રૂપિયાથી 6.76 લાખ રૂપિયાની વચ્ચે છે.

કંપનીના કાર્યકારી નિર્દેશક પવન ગોયંકાએ કહ્યું કે ગત ચાર વર્ષથી એસયૂવીના ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. મુખ્ય કાર્યકારી પ્રવીણ શાહે કહ્યું કે તેણે પ્રોજેક્ટમાં 1,200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. કંપનીના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે 2002માં સ્કોર્પિયો રજૂ કરવી કંપની માટે પહેલો વળાંક હતો અને કેયૂવી100 બીજો.

You might also like