મહિન્દ્રાએ લોન્ચ કર્યું ઇલેક્ટ્રિક સ્કૂટર GenZe 2.0

વોશિંગ્ટન: ભારતીય કંપની મહિન્દ્રાએ અમેરિકામાં પર્યાવરણને અનુકૂળ દ્રિચક્રી વાહન બજારમાં પોતાની ખાસ જગ્યા બનાવવાના પ્રયત્ન હેઠળ આ અઠવાડિયે કેલિફોર્નિયા શહેરમાં પોતાનું ઇલેક્ટ્રિક સ્કૂટર જેનજે 2.0 (GenZe 2.0) લોન્ચ કર્યું છે.

મહિન્દ્રાનું જેનજે 2.0 (GenZe 2.0) પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર છે તેનો આઇડિયા સિલીકોન વેલીમાં તૈયાર કરવામાં આવ્યો અને તેને મિશીગનના એન આર્બરમાં અસેંબલ કર્યું છે.

શહેરમાં અવર-જવર, પાર્કિંગ, ભીડભાડ અને પ્રદૂષણ સાથે સંકળાયેલા પડકારોનો સામનો કરવામાં મદદગાર થાય તે માટે ડિઝાઇન કરવામાં આવેલું આ સ્કૂટર તાજેતરમાં જ ઓકલેંડમાં શહેરની મેયર લિબી શાફની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું. આ અવસર પર મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પણ હાજર હતા.

જેનજે 2.0 (GenZe 2.0)માં બદલી શકાય તેવી લિથિયમ ઓયન બેટરી લગાવેલી છે જેથી કોઇ પણ સ્ટાડર્ડ ઇલેક્ટ્રિક આઉટલેટ પર રીચાર્જ કરી શકાય.

You might also like