તહેવારોને લઇને આવી નવી ઓફર: આ કંપની આપી રહે છે ભાડે નવી XUV

જેની પાસે કાર નથી તેમના માટે ફેસ્ટિવ સિઝનમાં મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપની દ્વારા એક અલગ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આમ તો કોઇપણ કાર રોકડેથી અથવા ઇએમઆઇથી ખરીદી શકાય છે. જો કે મહેન્દ્રા એન્ડ મહેન્દ્રા કંપનીએ હવે કારને લીઝ (ભાડા) પર આપવાની જાહેરાત કરી છે.

કંપનીના ગ્રુપ સીએફઓએ કહ્યું કે આ સ્કીમ એ લોકો માટે છે જેની પાસે પૈસા નથી અને તેમને તહેવારમાં કાર લેવા ઇચ્છતા હોય છે. કંપની ઓછામાં ઓછા 36 મહીના સુધી કાર ભાડે આપશે. કાર લઇ જતી વખતે એક પણ પૈસો આપવાનો નથી. મહેન્દ્રા તરફથી જે ગાડી ભાડા પર આપવાની વાત કરી છે તેમાં XUV500, KUV100 અને TUV300 સામેલ છે.

આ ગાડીઓની શો રૂમની કીંમત 10થી 15 લાખ રૂપિયા છે. જો કે આ કંપની 13,499 રૂપિયાથી લઇને 32,999 રૂપિયા મહિનાના ભાડા પર આપી રહી છે. કંપની દ્વારા અલગ-અલગ શહેર માટે અલગ-અલગ ભાડુ રાખવામાં આવ્યું છે. કંપનીએ કહ્યું છે કે કાર લઇ ગયા બાદ ગ્રાહકે દર મહીને નિયત કરેલી રકમ જમા કરાવાની રહેશે.

વાહન ઇન્શ્યોરન્સ તેમજ રોડ ટેક્સ જેવો ખર્ચ કંપની ઉઠાવશે. જો કે કંપનીએ જણાવ્યું છે કે ત્રણ વર્ષ બાદ ગ્રાહક તે કાર ખરીદવા ઇચ્છશે તો તે કંપની પાસેથી ખરીદી શકશે. જે તે સમયે કારની જે કિંમત લગાવામાં આવશે તે ગ્રાહકે આપવાની રહેશે. કંપનીનું માનવું છેકે આમ કરવાથી માર્કેટમાં નવા ગ્રાહકો જોડાશે.

divyesh

Recent Posts

મસ્તી મસ્તીમાં મિત્રો ઝઘડ્યા એકે બીજાને ચપ્પાના ઘા માર્યા

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં વટવા વિસ્તારમાં આવેલા પુનિતનગર બસ સ્ટેન્ડ પાસે ગઇ કાલે રાતે એક યુવક ઉપર સામાન્ય બાબતે તેના…

1 day ago

આતંક સામે આક્રોશ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિઃ બજારો સ્વયંભૂ બંધ રહ્યાં

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો ઉપર થયેલા આતંકી હુમલાના ઘેરા પ્રત્યાધાત અમદાવાદ સહિત સમગ્ર દેશમાં પડ્યા છે. આંતકી…

1 day ago

પગાર વધારાની માગણી સાથે શિક્ષણ સહાયકો કાલે સામૂહિક મૂંડન કરાવશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: પગારના મુદ્દે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહેલા ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવી રહેલા શિક્ષણ સહાયકોએ રાજ્ય સરકારને…

1 day ago

750 કરોડની SVP હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ છે પણ શોભાનો

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: વી.એસ. હોસ્પિટલ પરિસરમાં રૂ.૭પ૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૧૮ માળની સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બારમા માળે સ્વાઇન ફ્લૂનો…

1 day ago

મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં…

1 day ago

પુલવામા હુમલો: ૪૦ શહીદને આજે અંતિમ વિદાય અપાશે

(એજન્સી) નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ ૪૦ જવાનના પાર્થિવ દેહ આજે તેમના ઘરે પહોંચી જશે અને તેમને…

1 day ago