મહિલાઅોની ફરિયાદની તપાસ પીઅેસઅાઈ ઝોનવાઈઝ કરશે

અમદાવાદ: શહેરમાં ‘ભ્રષ્ટાચારનાે અડ્ડાે’ની છાપ બનેલા મહિલા પોલીસ સ્ટેશનને હવે સુધારવાનો પ્રયત્ન શરૂ કરાયો છે. મહિલા ક્રાઇમ બ્રાન્ચ એસીપીએ એક પરિપત્ર બહાર પાડી તમામ પીએસઆઇને ઝોન ફાળવી દીધા છે. જે તે ઝોનમાંથી આવતી અરજી અને ફરિયાદની તપાસ તે જ પીએસઆઇને કરવાની રહેશે. અરજીની પ્રાથમિક તપાસ બાદ લાગે તો તાત્કાલિક ફરિયાદ નોંધવા પણ જણાવાયું છે.
મહિલા પોલીસ સ્ટેશનમાં એસીબીએ છટકું ગોઠવી રૂ.સાત લાખની લાંચ લેતાં બે કોન્સ્ટેબલને ઝડપી લીધા હતા. લાંચકાંડ બહાર આવતાં મહિલા પીઆઇ દિવ્યા રવિયા ભૂગર્ભમાં ઊતરી ગયાં હતાં. મહિલા પીઆઇના ઘરે એસીબીએ સર્ચ પણ કર્યું હતું.

બીજી તરફ ધરપકડથી બચવા મહિલા પીઆઇએ હાઇકોર્ટમાંથી રાહત મેળવી લીધી હતી. બાદમાં હાજર થતાં તેઓની પોલીસ કંટ્રોલરૂમમાં બદલી કરી દેવાઇ છે. દરમિયાન એસીપી પન્ના મોમાયાએ એક પરિપત્ર બહાર પાડી તમામ પીએસઆઇને ઝોન ફાળવી દીધા છે.

You might also like