ફિલ્મી પડદે બોલ્ડ રોલ કરવા જાણીતી માહી ગીલે કહ્યું હું ખુબ જ શરમાળ છું…..

અત્યાર સુધી પરદા પર બોલ્ડ રોલ કરવા માટે જાણીતી માહી ગિલ માટે લોકો એવું વિચારે છે કે તે રૂ‌ટિન લાઇફમાં પણ એટલી જ બોલ્ડ અને સેકસી હશે, પરંતુ માહી કહે છે કે હું ખૂબ જ શરમાળ પ્રકૃતિ ધરાવું છું. હા, મેં પરદા પર મારી સેકસ્યુઅલ ડિઝાયરને સ્ટ્રોંગ રીતે દર્શાવી છે. મારી ફિલ્મોમાં સ્ક્રિપ્ટ ખૂબ સારી હોય છે. કહાણીમાં બોલ્ડ સીન વાજબી રીતે હોય તો લોકો તેને સારી રીતે સમજી પણ શકે છે.

માહી ‘સાહેબ બીવી ઓર ગેંગસ્ટર’ના ત્રીજા પાર્ટમાં પણ અભિનય કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પણ પૂરું થઇ ચૂક્યું છે, જ્યારે ત્રીજા પાર્ટના નિર્માતા રાહુલ મિત્રાએ માહીનો એપ્રોચ કર્યો ત્યારે તે બેડ રેસ્ટ પર હતી, જોકે તેના બીજા જ ‌મહિને બિકાનેરમાં તે આ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી.

માહી કહે છે કે આ વખતે મારું પાત્ર વધુ ક્રેઝી, મોહક અને તોડજોડવાળું હશે. સંજય દત્ત સાથે ‘ઠુમકાવાલા’ ડાન્સ ટ્રેક ઉપરાંત જિમી શેરગીલ સાથે તેના લવમેકિંગ સીન પણ છે. તિગ્માંશુ ધુલિયા માહીને વારંવાર રિપીટ કેમ કરે છે તે સવાલના જવાબમાં માહી કહે છે કે આજકાલ લોકો એવું વિચારે છે કે જો કોઇ નિર્દેશક કોઇ અભિનેત્રીનેે વારંવાર રિપીટ કરે તો તે બંનેે વચ્ચે કંઇક ચાલી રહ્યું છે, પરંતુ એવું વિચારવું ખરેખર ખૂબ જ શરમજનક છે. •

You might also like