મહેશ ભટ્ટે ગુસ્સામાં કંગનાને ચંપલ ફેંકીને મારી હતીઃ રંગોલી

અભિનેત્રી કંગના રાણાવત વિરુદ્ધ નિવેદનોને લઈને તેની બહેન રંગોલી ચંદેલનો ગુસ્સો આ વખતે અભિનેત્રી આલિયા ભટ્ટની માતા સોની રાજદાન પર ફૂટી નીકળ્યો છે. રાજદાને મંગળવારે ટ્વિટ કર્યું હતું કે મહેશ ભટ્ટે કંગનાને બ્રેક આપ્યો હતો તે સતત તેની પુત્રી અને પત્ની પર એટેક કરતી રહે છે. આ બધાની પાછળ શું એજન્ડા છે. આ નફરત પછી બાકી શું છે. જોકે બાદમાં આ ટ્વિટને ડિલિટ કરી દેવાયું હતું.

રંગોલી ચૂપ બેસે તેવી નથી. તેણે સામે લખ્યું છે કે ડિયર સોનીજી મહેશ ભટ્ટે કંગનાને ક્યારેય બ્રેક આપ્યો નથી અનુરાગ બાસુએ આપ્યો છે. મહેશ ભટ્ટ પોતાના ભાઈના પ્રોડક્શન હાઉસમાં ક્રેઈટિવ ડાયરેક્ટર હતા. તે તેમનું પોતાનું પ્રોડકશન હાઉસ ન હતું. ‘વો લમ્હે’ ફિલ્મ બાદ કંગનાએ મહેશ ભટ્ટે લખેલી ફિલ્મ ધોખામાં કરવાનો ઈનકાર કરી દીધો હતો. કેમ કે તેમા તેને એક સ્યુસાઈટ બોમ્બરનું પાત્ર ભજવવાનું હતું. ભટ્ટ ખૂબ જ અપસેટ હતા. તેમણે પોતાની ઓફિસમાં કંગનાને ઘણું બધું સંભળાવ્યું હતું.

કંગના જ્યારે ‘વો લમ્હે’ના રિવ્યુ માટે ગઈ ત્યારે ભટ્ટે તેણે ચંપલ ફેંકીને મારી હતી. કંગનાને તેણી જ ફિલ્મ જોવા દેવાઈ ન હતી. તે આખી રાત રડી હતી. તે સમયે માત્ર ૧૯ વર્ષની હતી. કંગના રાણાવતે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ‘ગલી બોય’માં આલિયાનો અભિનય ઠીક ઠાક છે.

તો આ માટે તેના આટલાં વખાણ શા માટે. તેની પર આલિયાએ વિનમ્રતાથી જવાબ આપ્યો હતો કે હું ફક્ત એટલું જ યાદ રાખવા માગું છું કે કંગનાને મારું કામ ‘રાઝી’માં ગમ્યું હતું. હું મહેનત કરીશ જેથી તે ફરી મારાં વખાણ કરે. રણદીપ હૂડાએ આલિયાના જવાબની પ્રશંસા કરી હતી.

તેણે કહ્યું હતું કે પ્યારી આલિયા હું ખૂબ જ ખુશ છું કે તું કોઈ પણ કામચલાઉ અને સતત વિક્ટિમ બની રહેલી અભિનેત્રીના વિચારોથી ખુદને અને તારા કામને પ્રભાવિત થવા દેતી નથી. તેના જવાબમાં રંગોલીએ પણ રણદીપને ખરું ખોટું સંભળાવ્યું હતું. તેણે રણદીપને કરન જોહરનો મોટો ચાટુકાર કહ્યો હતો. આલિયા જેવા લોકોની ચમચાગીરી કરીને સફળ થનાર ગણાવ્યો હતો અને રણદીપને સંપૂર્ણ ફેલ પણ ગણાવ્યો હતો.

You might also like