મહેશ શાહ સામે પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતા

અમદાવાદ: રૂ.૧૩૮૬૦ કરોડનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહ જેઓ રૂ.૧પ૬૦ કરોડનો પ્રથમ હપ્તો ચૂકવવામાં નિષ્ફળ ગયા છે. તેમની સામે હવે આવકવેરા વિભાગ ફરિયાદ નોંધાવે તેવી શક્યતા જણાઇ રહી છે.  ઇન્કમ ડેકલેરેશન સ્કીમ હેઠળ બીજા લોકોનું કાળું નાણું જાહેર કરી આવકવેરા વિભાગને ગેરમાર્ગે દોરવા અંગે ફરિયાદ નોંધાય તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

આઇટી વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ મહેશ શાહે માત્ર આવકવેરા વિભાગને ગેરમાર્ગે નથી દોર્યા પરંતુ તેઓનો કિમતી સમય પણ બગાડ્યો છે. આવકવેરા વિભાગ દ્વારા તેઓની બે વખત પૂછપરછ કરાઇ છે. જેમાં તેઓએ કેટલાક લોકોનાં નામ આપ્યાં છે. પરંતુ તેઓનાં નામ સરનામાં પોતે જાણતો નથી ભૂલી ગયા હોવાનું જણાવે છે. મહેશ શાહે આવકવેરા વિભાગને જે નામ આપ્યાં છે તે નામની આવકવેરા વિભાગે તપાસ કરતાં નામ ખોટાં હોવાનું બહાર અાવ્યું છે. મહેશ શાહને જાનનું જોખમ હોવાનું ધ્યાને રાખી સ્થાનિક પોલીસ અને એજન્સી દ્વારા સૂચના અપાઇ રહી છે. પરંતુ મહેશ શાહે હજી સુધી એવાં કોઇ નામ જાહેર કર્યાં નથી.
http://sambhaavnews.com/

You might also like