ત્રણ દિવસના ધમપછાડા બાદ મહેશ શાહ મીડિયા સમક્ષ રજુ થયા

અમદાવાદ : માં 13860 કરોડની બ્લેક મની જાહેર કર્યા હોવાની વાત લિક થયા બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી હતી. જો કે ત્યાર બાદ તેઓ એકાએક ભુગર્ભમાં ચાલ્યા ગયા હતા. જો કે બહુચર્ચિત થયેલા આ કેસમાં અનેક સવાલો હતો. મહેશ શાહ કોણ છેથી માંડીને નાણા કોના હતા સહિતનાં સવાલો પેદા થઇ રહ્યા છે.

મહેશ શાહ આ અંગે નાટ્યાત્મક રીતે એક ખાનગી સમાચાર ચેનલ સમક્ષ હાજર થયા હતા. જો કે તેઓએ ચેનલ સમક્ષ પણ એક પઢાવેલા પોપટની જેમ ગોળગોળ વાતો કરી હતી. તેઓએ નાણા પોતાના નહી હોવાનું સ્વિકાર્યું હતું જો કે કોના છે તે જાહેર કરવાની મનાઇ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે તે નામ માત્ર ઇન્કમ ટેક્સની સામે જ જાહેર કરશે.

જો કે તેમણે અપીલ કરી હતી કે મીડિયા મને ભાગેડુ અને ફરાર તથા આરોપી ગણાવી રહી છે તે બંધ કરે. મને ફસાવવામાં આવ્યો છે. ન તો હું ભાગેડું છુ ન તો ફરાર આરોપી. મને આ મામલો મીડિયામાં આવ્યો તેવી જાણ થતા જ હું મીડિયા સમક્ષ હાજર થયો છું. મારી પત્નીના કામથી બહાર ગયો હતો. તે પુરૂ કરીને સીધો અહીં આવ્યો છું.

જો કે તેમણે બીજી અપીલ કરતા કહ્યું કે આ મુદ્દે મીડિયા મારા પરિવાર તથા મારા સીએથી માંડીને મારા મિત્રોને પરેશાન કરી રહ્યું છે. જે તેણે બંધ કરવું જોઇએ. જો કદાચ આરોપી પણ છુ તો હું છુ મારો પરિવાર તો નથી. તો શા માટે મારા પરિવારને આ સમગ્ર મુદ્દે ઘસડવામાં આવી રહ્યો છે. મીડિયા મારા પરિવાર અને મારા મિત્રોથી દુર રહે. ટુંક જ સમયમાં હું દરેક સવાલનો જવાબ આપીશ અને ઘણા મોટા ખુલાસા થશે અને મોટા માથાઓનાં નામ બહાર આવશે.

You might also like