મહેશ શાહને કુલ રકમના 6 ટકા કમિશન પેટે મળવાનાં હતા

અમદાવાદ : આજે દિવસભર IT વિભાગ દ્વારા મહેશ શાહની પુછપરછ કરાઈ હતી. જેમાં મહેશ શાહે આઇટી વિભાગ સમક્ષ મોટો ઘટસ્ફોટ કર્યો છે. મહેશ શાહે રૂપિયા 13 હજાર 860 કરોડમાં કમિશનની દલાલી બાબતે ઘટસ્ફોટ કર્યો છે. જો કે મહેશ શાહ સતત આઇટી ઓફીસર્સને ગોળ ગોળ જવાબ આપી રહ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

સુત્રોના હવાલાથી આ સમાચાર મળી રહ્યા છે કે, 6 ટકા કમિશન સાથે મહેશ શાહ નાણાં લોવાનો હતો. તેમજ મહેશ શાહે ઘટસ્ફોટ કર્યો છે કે, 13 હજાર 860 કરોડ રૂપિયામાં 6 ટકા કમિશન મળવાનું હતું. કમિશનની રકમ 700 કરોડથી પણ વધારે થતી હતી. તેમજ થોડા દિવસોમાં દસ્તાવેજ સાથે નામ જાહેર કરવાની વાત કરી છે.

મહેશ શાહે આઈટી વિભાગ પાસે સમય માંગ્યો છે. મહેશ શાહ પાસે કોના કાળા નાણાં હતા તેનું નામ જાહેર કરવા માટે સમય માગ્યો છે. મહેશ શાહને નાણાં આપનાર ફરી જતા મહેશ શાહે આ નિર્ણય કર્યો છે તેમજ થોડા દિવસોમાં કાળા કૌભાંડીઓના નામ જાહેર કરશે. મહેશ શાહે નામ જાહેર કરવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો.

You might also like