મહેન્દ્ર સિંહ ધોનીએ વનડે અને T20માંથી કેપ્ટનશિપ છોડી

મુંબઈ: 2007માં ટી20 અને 2011માં ભારતને વર્લ્ડ કપ મેચ જીતાડનારા ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ વનડે અને ટી20માંથી કેપ્ટનશિપ છોડી દીધી છે. જોકે, તે એક ખેલાડી તરીકે રમશે. ધોની ટેસ્ટ ક્રિકેટમાં પહેલાથી જ સંન્યાસ લઈ ચૂક્યા છે. બીસીસીઆઈએ બુધવારે રાત્રીના ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

ધોનીએ અચાનક આ નિર્ણય કેમ લીધો એ હજી સ્પષ્ટ નથી, પરંતુ એમ માનવામાં આવી રહ્યું છે કે 2019 વર્લ્ડ કપ પહેલા આ પદ છોડી દે જેથી નવા કેપ્ટનને યોગ્ય સમય મળી રહે. ટેસ્ટની જેમ વિરાટ કોહલીને કેપ્ટશિપ સોંપવામાં આવી શકે છે.

You might also like