સ્વ. પિતાની ધાર્મિક વિધિ બાદ મહેબૂબા શપથ લેશે

શ્રીનગર: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં અધ્યક્ષ મહેબૂબા મુફતીઅે ગઈ કાલે મુખ્યપ્રધાન તરીકે શપથ લેવાનો ઈન્કાર કરતાં રાજ્યમાં બંધારણીય સંકટ અને અસમંજસની સ્થિતિ સર્જાઈ છે, જોકે મહેબૂબા તેમના પિતાના નિધનની તમામ ધાર્મિક વિધિ પૂરી થયા બાદ આવતી કાલે સાંજે અથવા સોમવારે ૧૩મા મુખ્યપ્રધાન તરીકેના શપથ લઈ શકે તેમ છે.

પીડીપીના અનેક વરિષ્ઠ નેતાઓ સાથે ભાજપના પણ અનેક અગ્રણીઓઅે મહેબૂબા મુફતી પર સતત બીજા દિવસે પણ મુખ્યપ્રધાન તરીકે શપથ લેેવા દબાણ કર્યું હતંુ, પરંતુ તેઓ તે માટે તૈયાર ન હતાં. ગત ગુરુવારે મુફતી મહંમદ સઈદના નિધન બાદ જમ્મુ-કાશ્મીરમાં કોઈ સરકાર નથી.

રાજ્યપાલ અેન.એન. વોહરાઅે પણ ગઈ કાલે મોડી સાંજ સુધી રાજ્યપાલશાસનની જાહેરાત કરી ન હતી. આ અંગે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મુફતીના નિધન બાદ તેમની સરકાર અસ્તિત્વહીન થઈ ગઈ છે. તેમના પ્રધાનોની સ્થિતિ ધારાસભ્ય તરીકે સિ‌િમત થઈ ગઈ છે. વર્તમાન હાલતમાં રાજ્યમાં કોઈ પ્રશાસનિક પ્રમુખ નથી. નવા મુખ્યપ્રધાન તરીકે શપથ લેવામાં આવે ત્યાં સુધી રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવું જરૂરી છે અને જો આમ ન થાય તો તે બંધારણની િવરુદ્ધ ગણવામાં આવે છે.

You might also like