વાજપેયી જેવું ના કરી શક્યા મોદી: મહેબૂબા મુફ્તી

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરની મુખ્યમંત્રી મહેબૂબા મફ્તીએ પાકિસ્તાન તરફથી થઇ રહેલા સિઝફાયરના ઉલ્લંઘનને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. મહેબૂબાના જણાવ્યા અનુસાર, ગત ડીએનડી સરકારના મુખ્ય અને પૂર્વ પ્રધાનમત્રી અટલ બિહારી વાજપેયીના કારણે 2008 સુધી પાકિસ્તાન કરફથી સિઝફાયરનું ઉલ્લંઘન થયું નહતું. જો કે ત્યારબાદ પાકિસ્તાન નાપાક પ્રયત્નો કરી રહ્યું છે.

મહેબૂબાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાકિસ્તાન પ્રવાસ બાદ પણ ખરાબ હાલાત બગડી નથી. તેમની પાકિસ્તાન મુલાકાતની કોઇ અસર થઇ નથી. મહેબૂબાના પ્રમાણે, મારું માનવું છે કે કારગિલ થયા બાદ મુશર્ફને બોલાવવા, વાજપેયી જી એ આ બોલ્ડ સ્ટેપ લીધું હતું. વાજપેયી લાહોર ગયા. મોદી જી એ વાજપાયી જીનો ફુટ સ્ટેપ ફોલો કર્યું.

તેમણે આગળ કહ્યું કે વાજપેયી જી એ સિઝફાયરની શરૂઆત કરી હતી, તે ફરીથી રીસ્ટોર થઇ ગયું છે. વાજપેયીજી ના પ્રયત્નોને કારણે સિઝફાયર 2008 સુધી ચાલુ રહ્યું, પરંતુ મોદીજીના પાકિસ્તાન ગયા બાદ એવો રિસપોન્સ મળ્યો નહીં. જો કે મને લાગે છે કે આવનારા દિવસોમાં આ શ્રેણી રોકાઇ જશે. તો ઘાટીમાં સ્કૂલોને આગ ચાંપવાની ઘટનાને દુખદ જણાવ્યું છે. મહેબૂબાના જણાવ્યા અનુસાર આ ઘટનાથી સ્કૂલો અને શિક્ષાને સૌથી વધારે નુકસાન થયું છે.

નોંધનીય છે કે હિઝબુલ મુઝાહિદીનના કમાન્ડર બુરહાન વાનીમા માર્યા ગયા બાદ 9 જુલાઇથી અત્યાર સુધી કાશ્મીરમાં 34 સ્કૂલો સળગાવવામાં આવી છે. ઘાટીમાં પરિસ્થિતિ ખરાબ છે. ત્યાંના લોકો શાંતિ માટે તરસી રહ્યા છે.

You might also like