મહાવીર ફોગટના ગામના ૨૫૦ લોકો માટે અામિરે અાખું થિયેટર બુક કરાવ્યું

પાણિપત: અાજે અામિર ખાનની ‘મોસ્ટ અવેઇટિંગ’ ફિલ્મ ‘દંગલ’ રિલિઝ થઈ. અામિરે ‘દંગલ’ના રિયલ લાઈફ હીરોને ગિફ્ટ અાપતાં અાખા બલાલી ગામ માટે થિયેટર બુક કરાવ્યું છે. ગામના ૨૫૦ લોકો એક સાથે દંગલ ફિલ્મને ભિવાનીના સનસિટીમાં જોશે. ફિલ્મનો શો સાંજે ૫ વાગ્યે શરૂ થશે. શો દરમિયાન મહાવીર ફોગટ પત્ની અને પુત્રીઅો સાથે પહોંચશે અને ગામના લોકોને મળશે.

અા પહેલા મંગળવારે ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ જોઈ ચુકેલા મહાવીર ફોગટે જણાવ્યું કે તેમને મુંબઈમાંથી ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. અામિરે ખરેખર તેમને એક મોટી ભેટ અાપી છે. ગામના લોકો અા ફિલ્મ જોશે ત્યારે તેઅો પણ ગૌરવ અનુભવશે. હું ફિલ્મ જગતના ઘણા મોટા લોકોને મળ્યો. મારી પુત્રીઅો પણ ખૂબ જ ખુશ છે.

ફિલ્મ જોયા બાદ મહાવીર ફોગટે જણાવ્યું કે ફિલ્મ જોઈને એવું લાગ્યું જાણે કે મારી જિંદગી રિવાઈન્ડ થઈ રહી છે. તેનો ૯૮ ટકા ભાગ મારી જિંદગી પર અાધારિત છે. મારી પત્ની દયા કૌર પણ એમ જ વિચારે છે. મારું પાત્ર ભલે અામિર ભજવ્યું હોય, પરંતુ મને લાગે છે જાણે હું જ ‘દંગલ’માં ઊતરી અાવ્યો છું. લાગે છે મારો સંઘર્ષ પૂરો થઈ ગયો છે. જે સંઘર્ષ મેં મારી પુત્રીઅોને પહેલવાન બનાવતી વખતે શરૂ કર્યો હતો.

મહાવીરે કહ્યું ‘અામિરે પહેલાં ફિલ્મ માટે ખૂબ મહેનત કરીને વજન વધાર્યું. પછી ઘટાડ્યું ખરેખર તે જબરજસ્ત છે. હું તેમની સ્ટાઇલનો ફેન થઈ ગયો છું. ફિલ્મની દરેક ક્ષણ રોમાંચક છે. ફિલ્મ જોતાં લાગે કે અાગળ શું થશે? અા ફિલ્મ બધાઅે જોવી જોઈઅે. અા કહાણી પરથી પ્રેરણા મળે છે કે પુત્રીઅોને ક્યારેય પુત્રોથી અોછી ન અાંકવી.
http://sambhaavnews.com/

You might also like