મહાત્મા ગાંધીની તસ્વીર વાળી સ્ટેમ્પ 5 લાખ પાઉન્ડમાં હરાજી

લંડન : ભારતની આઝાદીના મહાન લડવૈયા અને રાષ્ટ્રપિતાનું બિરૂદ મેળવનાર મહાત્મા ગાંધીના વિશ્વભરમાં ચાર અલગ અને અદભુત ફોટા ધરાવતા સ્ટેમ્પની ગુરૂવારે લંડનમાં હરાજી બોલાઈ હતી અને આ હરાજીમાં સ્ટેમ્પને 5,00,000 પાઉન્ડમાં ખરીદવામાં આવ્યા હતા.

આ સ્ટેમ્પ વેચનાર વ્યક્તિનો દાવો છે કે ભારતીય સ્ટેમ્પને અત્યાર સુધીના ઈતિહાસમાં આટલી મોટી રકમમાં કોઈએ ખરીદ્યા નથી. હાલમાં 1948માં બહાર પાડવામાં આવેલા 10 રૂપિયાના પર્પલ બ્રાઉન અને લેક ‘સર્વિસ’ સ્ટેમ્પ્સ માંથી માત્ર 13 સ્ટેમ્પ જ હાલ ચલણમાં ઉપ્લબધ્ધ છે. યુકે સ્થિત ડિલર, સ્ટેન્લી ગિબ્બોનસે જણાવ્યું કે, આ દુર્લભ સ્ટેમ્પમાંથી ચાર સ્ટેમ્પ ઓસ્ટ્રેલિયાના એક વ્યકતિને વેચવામાં આવ્યા છે.

ભારતીય સ્ટેમ્પ(ટિકિટ) ચારના જોડામાં જોવા મળઅવા દુર્લભ છે. અગાઉના એક રીપોર્ટમાં જણાવ્યું હતુ કે, માત્ર 13 જ સ્ટેમ્પ હાલ બહાર ચલણમાં છે. જેમાંથી એક ચાર ઉભી હરોળ અને આડી હરોળ ધરાવતું સૌથી મોંધું સ્ટેમ્પ રોયલ ફિલાટીક કલેકશનમાં છે. દુનિયાના સૌથી મોંઘા સ્ટેમ્પ અને સૌથી વધુ સ્ટેમ્પ ધરાવતી આ સંસ્થાની માલિકી ક્વિન એલિઝાબેથ 2 પાસે છે.

You might also like