મશહૂર લેખિકા અને સામાજિક કાર્યકર્તા મહાશ્વેતા દેવીનું 90 વર્ષની ઉંમરે નિધન

નવી દિલ્હી: મશહૂર સાહિત્યકાર અને સામાજિક કાર્યકર્તા મહાશ્વેતા દેવીનું આજે નિધન થઇ ગયું છે. તે 90 વર્ષના હતા. ગત કેટલાક સમયથી કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મહાશ્વેતા દેવી લાંબા સમયથી ઉંમર સંબંધી બિમારીઓથી પીડિતા હતા. તેમને લાંબા સમયથી કિડની અને રક્તચેપની સમસ્યા હતી.

તે જ્ઞાનપીઠ પદ્યશ્રી અને મૈગસેસે પુરસ્કારથી સન્માનિત હતી. ત્રણ દાયકા કરતાં વધુ સમયથી તે આદિવાસીઓ વચ્ચે કામ કરી રહી હતી. તેમના સાહિત્યનો મોટાભાગનો હિસ્સો આદીવાસીઓના જીવન પર આધારિત હતો. આમ તો મહાશ્વેતા દેવી બંગાળીમાં ઉપન્યાસ લખતા હતા પરંતુ અંગ્રેજી, હિંદી અને અલગ-અલગ ભાષાઓમાં અનુવાદના માધ્યમથી તેમના સાહિત્યની પહોંચ વ્યાપક સ્તર પર હતી.

તેમના લખેલા ઉપન્યાસો પર ઘણી ફિલ્મો બની છે ઉદાહરણ તરીકે ‘હજાર ચૌરાસી કી માં’ પર ફિલ્મકાર ગોવિંદ નિહલાનીએ ફિલ્મ બનાવી છે. આ ઉપરાંત ‘રૂદાલી’ ‘સંઘર્ષ’ અને ‘માટી માય’ પણ એવી ફિલ્મ છે જે મહાશ્વેતાના ઉપન્યાસો પર આધારિત છે.

પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહાશ્વેતા દેવીના નિધન પર શોક વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું છે કે ‘ભારતના એક મહાન લેખકને ગુમાવી દીધા છે. બંગાળે એક તેજસ્વી માતાને ગુમાવી દીધી છે, મેં એક માર્ગદર્શક ગુમાવી દીધા છે.

You might also like