પાણીની પારાયણ :લાતુરમાં પાણીની લૂંટફાટ થતા કલમ 144 લગાવાઇ

લાતુર : દેશનાં કેટલાક હિસ્સાઓમાં પાણીની સમસ્યા કેટલી વધી ગઇ છે તેનો અંદાજ તમે આ વાત પરથી લગાવી શકો છો કે પાણીનાં માટે મહારાષ્ટ્રનાં લાતુરમાં કલમ 144 લગાવવામાં આવી છે. પુરગ્રસ્ત પીડિત જિલ્લાઓમાં પાણી માટે પરિસ્થિતી એટલી વણસી ગઇ છે કે લોકો એક બીજાનાં લોહી તરસ્યા બન્યા છે. પાણીના સવાલ પર લોકોની વચ્ચે વધી રહેલા સંધર્ષને લગામ લગાવવા માટે કલેક્ટર પાંડુરંગ પોલ દ્વારા 31 મે, 2016 સુધી કલમ 144ની મદદ લીધી છે.

કલેક્ટરનાં અનુસાર પાણીની ટેન્કરની પાસે એક સાથે પાંચથી વધારે લોકો ભેગા ન થાય તે માટે આ કલમ લગાવવામાં આવી છે. પોલે નગર નિગમનાં 20 મોટા ટેન્કરોની પાસે આ નિષેધાજ્ઞા લાગુ પાડ્યો છે. રાજ્યમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે. કલેક્ટરે આ નિર્દેશ સીઆરપીસીની કલમ 144 હેઠળ બહાર પાડ્યો છે. લાતુરમાં પાણીની સમસ્યાને જોતા સરકારી ટેન્કો પાસે સંભવિત હિંસા અને વિવાદની સ્થિતીને ટાળવા માટે આ પગલુ ઉઠાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પુર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખનું હોમ ટાઉન છે લાતુર. લાતુરમાં હવે તેનો પુત્ર અમિત રાવ દેશમુખ ધારાસભ્ય છે. આ જિલ્લો દર વર્ષે પાણીની સમસ્યાનો સામનો કરે છે. પાણીના મુદ્દે થયેલી માથાકુટો બાદ કલેક્ટર દ્વારા આજે આ નિર્ણય લેવાયો છે. કલેક્ટરે પોલીસે પણ આ નિયમને સખ્તાઇપુર્વક પાલન કરવા માટેનાં આદેશ આપ્યા છે. હાલમાં જ અમુક અસામાજિક તત્વોએ પાણી ભરવાની જગ્યાથી જ ટેંકરોમાં લુંટફાટ કરી હતી.

તે ઉપરાંત કેટલીય વખત કુવાઓ પાસે થયેલી ભીડનાં કારણે ટેન્કરોમાં પાણી ભરવાની સમસ્યા થાય છે. લાતુર નગર નિગમે વિસ્તારમાં 70 અને ગ્રાણીણ વિસ્તારમાં 200 પાણીનાં ટેન્કરો દ્વારા રોજીંદી રીતે સાત ચક્કર લગાવે છે. તેમ છતા પણ પાંચ લાખની વસ્તીવાળા આ જિલ્લામાં પાણીની સમસ્યા દર વર્ષે માથાનો દુખાવો બને છે.

You might also like